Not Set/ Birthday Special/ 54 વર્ષની ઉંમરે સલમાન ખાન આ રીતે રાખે છે પોતાને ફીટ, જાણો

બોલિવૂડના ‘ભાઈ’ અને સુપરસ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બરે તેમનો 54 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965 ના રોજ મુંબઇમાં થયો હતો. સલમાન ખાનનું મૂળ નામ અબ્દુલ રાશીદ સલીમ સલમાન ખાન છે અને તેમના પિતા સલીમ ખાન ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતા લેખક છે. 53 વર્ષની ઉંમરે સલમાન ખાન ખૂબ ફીટ છે. […]

Health & Fitness
maya a 2 Birthday Special/ 54 વર્ષની ઉંમરે સલમાન ખાન આ રીતે રાખે છે પોતાને ફીટ, જાણો

બોલિવૂડના ‘ભાઈ’ અને સુપરસ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બરે તેમનો 54 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965 ના રોજ મુંબઇમાં થયો હતો. સલમાન ખાનનું મૂળ નામ અબ્દુલ રાશીદ સલીમ સલમાન ખાન છે અને તેમના પિતા સલીમ ખાન ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતા લેખક છે. 53 વર્ષની ઉંમરે સલમાન ખાન ખૂબ ફીટ છે. દરેક વ્યક્તિ તે જાણવા માંગે છે કે તે પોતાની જાતને આટલું ફીટ કેવી રીતે રાખે છે.

સલમાન ખાનના જન્મદિવસ પર જાણો કે તેઓ કેવી રીતે પોતાને ફીટ રાખે છે.

સલમાન પોતાને ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવે છે કે સલમાનનો પ્રિય ખોરાક મસાલેદાર અને ઇટાલિયન હતો. આ સિવાય તે પાવભાજી, પીઝા, આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ કરતા હતા, પરંતુ ફિટનેસને કારણે તેમને આ બધી વસ્તુઓથી દૂર રહેવું પડ્યું. આ સિવાય સલમાન ઇંડા, માછલી, માંસ અને દૂધ જેવી પ્રોટીન સંબંધિત વસ્તુઓ વધારે ખાય છે. આ સાથે, પુષ્કળ પાણી પીવે છે.

Instagram will load in the frontend.

જાણો તેમની ડાઈટ

સલમાન ખાન તેના દિવસની શરૂઆત ઇંડાનો સફેદ ભાગ અને પ્રોટીન શેકથી કરે છે.

જ્યારે તેઓ કસરત કરી લે છે. તે પછી તેઓ બદામ, ઓટ્સ તેમજ પ્રોટીન બાર અને ઇંડાનો સફેદ ભાગ ખાય છે.

આ સાથે તેઓ લો ફેટ દૂધ પીવે છે.

સલમાન ખાનનું લંચ

દબંગ ખાન લંચમાં નોન વેજમાં ફ્રાઈડ ફીશ, મટન સિવાય ફ્રાઈડ શાકભાજી અને 5 ચપાટી ખાય છે. આ સાથે, તેઓ વધારે સલાડ ફળો પણ લે છે.

Instagram will load in the frontend.

સલમાન ખાન સ્નેક્સ

સલમાન સ્નેક્સમાં પ્રોટીન બાર, બદામ વગેરે લે છે.

સલમાન ખાન ડિનર

સલમાન ખાન ડિનરમાં સફેદ ઇંડાનો ભાગ, સૂપ અને માછલી અથવા તો  ચિકન ખાય છે.

Instagram will load in the frontend.

સલમાન ખાન વર્કઆઉટ

સલમાન ખાન દરરોજ ઓછામાં ઓછા 3 કલાક વર્કઆઉટ કરે છે. જીમમાં સલમાન એબ્સ, બાયસેપ્સ અને ટ્રાઇસેપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દરરોજ તે ઓછામાં ઓછી 300 કેલરી ખર્ચ કરે છે. આ મેગા સ્ટાર દરરોજ 2000 સીટઅપ્સ અને 1000 પુશઅપ લગાવે છે. જેની તમે કલ્પના પણ કરી શકતા નથી. દૈનિક ચિન અપ્સ અને પુલ અપ્સ ઉપરાંત, 500 કંચ્રેસ કરે છે. સલમાન ખાનને જોગિંગ અને સાયકલ ચલાવવું ખૂબ ગમે છે. જ્યારે તેઓ કસરત નથી કરતા, ત્યારે તેઓ ઓછામાં ઓછો 3 કલાક સાયકલ ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.