Not Set/ મીઠાનું વધારાપણુ કરશે તમારી યાદશક્તિમાં ઘટાડો…

ઘણા લોકોને જમવામાં મીઠું ઉપરથી નાખવાની ટેવ હોય છે. પણ આ મીઠું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હાનીકારક છે તે જાણી લો…. હાલમાં જ અમેરિકામાં ઉંદર પર કરવામાં આવેલા અભ્યાસક્રમ પરથી સાબિત થયું છે, કે અતિશય મીઠાવાળો ખોરાક લેવાથી મગજમાં લોહીનો પુરવઠો ધીમો પડી જાય છે અને આ કારણોસર વિસ્મૃતિની બીમારી થાય છે. ખોરાકમાં વધારે મીઠું […]

Health & Fitness
salt vs sugar 1200 630 85 s c1 મીઠાનું વધારાપણુ કરશે તમારી યાદશક્તિમાં ઘટાડો...

ઘણા લોકોને જમવામાં મીઠું ઉપરથી નાખવાની ટેવ હોય છે. પણ આ મીઠું તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હાનીકારક છે તે જાણી લો….

હાલમાં જ અમેરિકામાં ઉંદર પર કરવામાં આવેલા અભ્યાસક્રમ પરથી સાબિત થયું છે, કે અતિશય મીઠાવાળો ખોરાક લેવાથી મગજમાં લોહીનો પુરવઠો ધીમો પડી જાય છે અને આ કારણોસર વિસ્મૃતિની બીમારી થાય છે.

ખોરાકમાં વધારે મીઠું ખાવાથી મગજના જ્ઞાનતંતુઓ અને માણસની ઓળખવા-પારખવાની ક્ષમતાને નુકસાન થવા જેવી અસર પર આ પ્રથમ અભ્યાસ છે.

આ અભ્યાસ વધારે મીઠું ખાવાના કારણે થતી સમસ્યાનું નિવારણ લાવશે.

પ્રયોગ દરમ્યાન જે ઉંદરને ખૂબ મીઠું નાખેલો ખોરાક આપ્યો એ પછી એમનું બ્લડ પ્રેશર વધ્યું નહતું પણ તેમાં  વિસ્મૃતિની વ્યાધિ ઉદભવી હતી.

સામાન્ય રીતે દરેક વ્યક્તિને આરોગ્ય જાળવવા માટે ખોરાકમાં રોજ ૨૩૦૦ મિલિગ્રામ સોડિયમ લેવાની મર્યાદા ડોક્ટરોએ બાંધી છે. પરંતુ અમેરિકાના પુખ્ત વયના લોકોમાંથી ૯૦ ટકા લોકો ખોરાકમાં ૨૩૦૦ મિલિગ્રામ કરતાં વધારે સોડિયમ લેતા હોય છે.