Lifestyle/ હાર્ટના દર્દીઓએ સેક્સ કરતાં પહેલાં આટલું ખાસ ધ્યાન રાખવું

મોટાભાગના હાર્ટના દર્દીઓ પણ સુરક્ષિત રીતે સેક્સની પ્રવૃત્તિને આગળ વધારી શકે છે. પરંતુ હાર્ટના દર્દીઓને સેક્સની પ્રવૃત્તિ પુનઃ શરૂ કરતા પહેલા કુશળ તબીબની સલાહ ચોક્કસપણે લઈ લેવી જાઈએ.

Health & Fitness Trending Lifestyle
સેક્સ

એક રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના હાર્ટના દર્દીઓ પણ સુરક્ષિત રીતે સેક્સની પ્રવૃત્તિને આગળ વધારી શકે છે. પરંતુ હાર્ટના દર્દીઓને સેક્સની પ્રવૃત્તિ પુનઃ શરૂ કરતા પહેલા કુશળ તબીબની સલાહ ચોક્કસપણે લઈ લેવી જાઈએ. કાર્ડિયોવેસક્યુલર રોગ થયા બાદ સેક્સની પ્રવૃત્તિ શરૂ કરતા પહેલાં તેમના તબીબ પાસેથી ચકાસણી કરાવી લેવી જાઈએ.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નાનકડી કોઈ સામાન્ય પ્રવૃત્તિ અથવા તો આરામ કરતી વેળા પણ જો અસ્વસ્થતા અનુભવ થતી હોય તો આવા દર્દીઓએ સેક્સની પ્રવૃત્તિમાં ભાગ લેવો જાઈએ નહીં પરંતુ જે દર્દીઓને થોડાક સમય સુધી વોકિંગ કરવાથી અથવા તો ચાલવાથી શ્વાસની તકલીફ થતી નથી અથવા તો છાતીમાં દુઃખાવો થતો નથી તેવા દર્દીઓ સરળતાથી સેક્સ પ્રવૃત્તિ શરૂ કરી શકે છે. પરંતુ છાતીમાં દુઃખાવા જેવા લક્ષણો દેખાતા હોય તો આ લક્ષણો નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી સેક્સથી દૂર રહેવાની બાબત યોગ્ય છે. અમેરિકન હાર્ટ એસોશીએશન દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં આ મુજબની વાત કરવામાં આવી છે.

આમા જણાવવામાં આવ્યું છે કે કાર્ડિયાર્ટ રિહેબીલીટેશન અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ હાર્ટના રોગ ધરાવતા લોકોની સેક્સ પ્રવૃત્તિ સાથે જાખમ સાથે પણ સંકળાયેલી છે. જે મહિલાઓ પર હાર્ટ એટેકનો હુમલો થઈ ચૂક્યો છે તે મહિલા દર્દીઓએ પણ ગર્ભનિરોધક દવાઓ મામલે તેમના તબીબો સાથે વાત કરવી જાઈએ. સગર્ભા અવસ્થા અંગે વાત કરવામાં આવે તે પણ જરૂરી છે. સામાન્ય રીતે સેક્સ પાવર વધારતી દવાઓ પુરુષો માટે સુરક્ષિત હોય છે પરંતુ દર્દીઓએ આ પ્રકારની દવા ટાળવી જોઈએ.

આ પણ વાંચો : જો તમે સમયસર કારની સર્વિસ નથી કરાવી શકતા, તો આ ત્રણ કામ કરાવી લો

આ પણ વાંચો :સુતા પહેલા તમને પણ સંગીત સાંભળવાની છે આદત તો થઇ શકે છે આ નુકશાન

આ પણ વાંચો :આ 5 ખરાબ આદતો તમારા હોઠને કરે છે કાળા

આ પણ વાંચો :ખુબ ગુણકારી છે લાલ ચંદન, જોણો ફાયદો…