Jamnagar/ જામનગર શહેરમાં કોલેરાના કેસ વધતાં આરોગ્ય તંત્ર એક્શનમાં

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કોલેરાના પાંચ જેટલા પોઝિટિવ કેસ મળ્યા પછી રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું……….

Top Stories Gujarat Breaking News
Image 2024 07 04T122803.090 જામનગર શહેરમાં કોલેરાના કેસ વધતાં આરોગ્ય તંત્ર એક્શનમાં

@સાગર સંઘાણી

Jamnagar News: જામનગર શહેરમાં કોલેરાના વધતા જતા કેસને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટુકડી ડોર સર્વે કરવા માટે નીકળી છે.

WhatsApp Image 2024 07 04 at 12.19.05 PM જામનગર શહેરમાં કોલેરાના કેસ વધતાં આરોગ્ય તંત્ર એક્શનમાં
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કોલેરાના પાંચ જેટલા પોઝિટિવ કેસ મળ્યા પછી રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને રાજ્ય આરોગ્ય વિભાગની એક ટુકડી જામનગર દોડી આવી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વિશેષ જાહેરનામુ બહાર પાડીને અમુક વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે.

દરમિયાન જામનગર મહાનગર પાલિકા ની આરોગ્ય વિભાગની જુદી જુદી ટુકડીઓ, કે જે વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયા છે, તે તમામ વિસ્તારોમાં સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટુકડી દ્વારા સેમ્પલો લેવાનું તેમ જ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને આરોગ્ય વિભાગની ટીમ કોલેરાનો રોગચાળો વધુ વકરે નહીં, તેની સંપૂર્ણપણે તકેદારી લઈ રહ્યું છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે

આ પણ વાંચો: Gujarat Rain Live 4 July: માંગરોળ ઘેડ પંથકની મુલાકાતે મંતવ્ય ન્યુઝ

આ પણ વાંચો: અમરેલીમાં ભાજપ નેતા વિપુલ દુધાતે દારૂ ઝડપ્યો