IMD/ માર્ચમાં જ ત્રાટકશે હીટવેવઃ ગુજરાતીઓ બહાર નીકળતા સાવધ રહેેશો

જરાતમાં આ વખતે માર્ચમાં જ ત્રણ જિલ્લામાં હીટવેવ ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. હવે ઠંડી ફક્ત વહેલી સવારે અને મોડી રાત્રે લાગે છે. બપોરે તો આગ ઝરતી ગરમી લાગી રહી છે. હવે જો માર્ચમાં જ હીટવેવ આવતા હોય તો એપ્રિલ અને મે કેવા હશે તે સમજવું રહ્યું. 

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 17 2 માર્ચમાં જ ત્રાટકશે હીટવેવઃ ગુજરાતીઓ બહાર નીકળતા સાવધ રહેેશો

અમદાવાદ: ગુજરાતમાં આ વખતે માર્ચમાં જ ત્રણ જિલ્લામાં હીટવેવ ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. હવે ઠંડી ફક્ત વહેલી સવારે અને મોડી રાત્રે લાગે છે. બપોરે તો આગ ઝરતી ગરમી લાગી રહી છે. હવે જો માર્ચમાં જ હીટવેવ આવતા હોય તો એપ્રિલ અને મે કેવા હશે તે સમજવું રહ્યું.  હવામાન વિભાગના વૈજ્ઞાનિકે આગામી પાંચ દિવસ ડ્રાય રહેશે તેવું જણાવ્યું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારથી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હીટવેવ માટે એલર્ટ જાહેર કર્યું છે . અમદાવાદમાં તાપમાન 37.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું જે સામાન્ય કરતાં 0.7 ડિગ્રી વધુ હતું. બુધવારે, તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી સંભાવના છે, આગાહી જણાવે છે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય કરતાં 1.4 ડિગ્રી ઓછું હતું.

બુધવારે તે સહેજ વધીને 20 ડિગ્રી સેલ્સિયસ થવાની સંભાવના છે, આગાહી જણાવે છે. “આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો ક્રમશઃ વધારો થવાની સંભાવના છે,” આગાહી જણાવે છે. 39.3 ડિગ્રી સેલ્સિયસ પર, રાજકોટમાં રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન હતું, ત્યારબાદ ભુજમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ અને સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી સેલ્સિયસ હતું.

ગુજરાતના લોકો આકરી ગરમી માટે તૈયાર રહે. માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે કે ઘટાડો? આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી રાડ પડાવી દેશે. સૂરજદાદાએ માર્ચમાંથી જ ગરમીનું જબરદસ્ત ઓપનિંગ શરૂ કરી દીધું છે. તેના પગલે આગામી દિવસોમાં સૂરજદાદા આઇપીએલની જેમ ધુંઆધાર બેટિંગ કરે તો નવાઈ ન પામતા. આઇપીએલ અને ગરમી બંને જોડે જ ચાલવાની છે. તેથી સાવચેતીમાં જ સમજદારી છે તે સમજીને ચાલશો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી