Rain/ પાકિસ્તાનમાં પણ મૂશળધાર વરસાદના લીધે ભારે તારાજી,એક મહિનામાં આટલા લોકોના મોત થયા

“હાલમાં પરિસ્થિતિ એવી છે કે અમારે વાહનોને બદલે બોટ દ્વારા જવું પડે છે, કેમ કે રસ્તાઓ પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયા છે.

Top Stories World
12 8 પાકિસ્તાનમાં પણ મૂશળધાર વરસાદના લીધે ભારે તારાજી,એક મહિનામાં આટલા લોકોના મોત થયા

ચોમાસાના વરસાદે ભારતના ઘણા રાજ્યોમાં તબાહી મચાવી છે ત્યારે પાકિસ્તાન પણ વરસાદે કહેર મચાવ્યો છે. પાકિસ્તાનમાં વરસાદના કારણે એક મહિનામાં 147 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક બ્રિજ-રોડ અને પાવર હાઉસ ધરાશાયી થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાનમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. જેના કારણે દેશના ઘણા ભાગોમાં અચાનક પૂર આવ્યું છે. છેલ્લા એક મહિનામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 147 થઈ ગયો છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં મૃતકોમાં 88 મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ચોમાસાના વરસાદે દેશભરમાં ઘરો, રસ્તાઓ, પુલો અને પાવર સ્ટેશનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. દેશના સૌથી મોટા દક્ષિણ બંદર શહેર કરાચીમાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીંના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે મુસાફરો ફસાયા હતા અથવા તો પગપાળા પાણીમાં જવું પડ્યું હતું. તે જ સમયે કેટલાક લોકોએ તેમને સલામત સ્થળે લઈ જવા માટે બોટની વ્યવસ્થા કરી હતી. સ્થાનિક રહેવાસી અબ્દુલ રહીમે કહ્યું, “હાલમાં પરિસ્થિતિ એવી છે કે અમારે વાહનોને બદલે બોટ દ્વારા જવું પડે છે, કેમ કે રસ્તાઓ પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયા છે.

કરાચીના અન્ય રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમની કમર સુધી પાણી ભરાઈ જવાથી તેઓએ વરસાદમાં ભીંજાયેલા રસ્તાઓ પર તેમની કાર છોડી દેવી પડી હતી. જેના કારણે લોકોને પગપાળા પોતાના ઘરે જવું પડ્યું હતું. સત્તાવાળાઓએ અર્ધલશ્કરી દળોને પૂરગ્રસ્ત શેરીઓ ખાલી કરવા અને લોકોને બહાર કાઢવા માટે બોલાવ્યા હતા,અને સલામત સ્થળે ખસેડાયા હતા.