Rain/ રાજ્યના 164 તાલુકામાં ભારે વરસાદ,સૌથી વધુ કપરાડામાં 11 ઇંચ

ગુજરાતમાં વિધિસર ચોમાસુ બેસી ગયું છે, અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યું છે.

Top Stories Gujarat
22 રાજ્યના 164 તાલુકામાં ભારે વરસાદ,સૌથી વધુ કપરાડામાં 11 ઇંચ

ગુજરાતમાં વિધિસર ચોમાસુ બેસી ગયું છે, અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યું છે. ગુજરાતના 164 તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તબાહી સર્જાઇ હતી. સરકારે આ પૂરની સ્થિતિ અને અસરગ્રસ્ત વિસ્તારમાં NDRF ની ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌથી વધુ દક્ષિણ ગુજરાતના કપરાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

mandvi રાજ્યના 164 તાલુકામાં ભારે વરસાદ,સૌથી વધુ કપરાડામાં 11 ઇંચ

રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

20 રાજ્યના 164 તાલુકામાં ભારે વરસાદ,સૌથી વધુ કપરાડામાં 11 ઇંચ

નોંધનીય છે કે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં  સરેરાશ 46.70 % વરસાદ નોંધાયો છે તો કચ્છમાં 97.54 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા વરસાદ નોંધાયો પૂર્વ મધ્ય ગુજરાતમાં 37.92 % વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 47.23 % વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં 57.36 ટકા વરસાદ નોંધાયો. જેના કારણે ગુજરાતની નદીઓ બે કંઠે વહી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

Alert!/ મહારાષ્ટ્ર-ગુજરાતમાં પુરના લીધે ભારે તારાજી યથાવત, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ