ભારે વરસાદ/ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડએલર્ટ જાહેર

વરસાદની એન્ટ્રી  મુંબઈમાં થઇ ગઇ છે. શનિવારે અહી અને શહેરની આસપાસનાં વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે ભારે વરસાદ પડ્યો હતો.

Top Stories
1 374 મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડએલર્ટ જાહેર
  • મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • આજે અને આવતીકાલે મુંબઈમાં રેડએલર્ટ
  • મુંબઈ સહિત પ્રદેશમાં થશે ભારે વરસાદ
  • છેલ્લાં 4 દિવસથી મુંબઈમાં ભારે વરસાદ
  • મુંબઈમાં 4 દિવસમાં 20 ઈંચથી વધુ વરસાદ
  • મુંબઈમાં સીઝનનો કુલ વરસાદ 26 ઈંચ

વરસાદની એન્ટ્રી  મુંબઈમાં થઇ ગઇ છે. શનિવારે અહી અને શહેરની આસપાસનાં વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે ઘણા સ્થળોએ રસ્તાઓ અને ટ્રેનનાં પાટા પર પાણી ભરાયા હતા. આથી બસ અને ટ્રેન સેવાઓ પણ ખોરવાઈ હતી. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જારી કર્યુ છે.

1 375 મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડએલર્ટ જાહેર

કોરોનાથી મોટી રાહત / દેશમાં સીરો સર્વે જણાવશે કેટલા લોકોમાં એન્ટિબોડીઝ બની છે, હર્ડ ઇમ્યુનિટી ક્યારે આવશે

ભારતનાં હવામાન વિભાગ, મુંબઇનાં વૈજ્ઞાનિક શુભાંગી ભૂતેએ જણાવ્યું હતું કે, ‘આગામી બે દિવસ માટે મુંબઈમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઇ સહિત સમગ્ર કોંકણ ક્ષેત્રમાં મુશળધાર વરસાદની સંભાવના છે અને એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. સેન્ટ્રલ રેલ્વેનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાણીની સપાટી વધ્યા બાદ મુખ્ય લાઇન પર દાદર અને કુર્લા સ્ટેશનો વચ્ચેની ઉપનગરીય ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવી હતી. વળી બૃહન્મુંબઈ વીજ પુરવઠો અને પરિવહન (બેસ્ટ) અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક સ્થળોએ પાણી ભરાઈ જવાને કારણે અનેક બસો ડાયવર્ટ કરવી પડી હતી. સેન્ટ્રલ રેલ્વેનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક કલાકમાં 61.21 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. 1.32 મિનિટે 4.34 મીટર ઉંટા મોજા ઉઠવાનાં અને મીઠી મદીનાં દ્વાર ખોલવાના કારણે કુર્લા અને સાયનની વચ્ચે જળસપાટી વધી રહી છે. ચુનાભટ્ટી સ્ટેશન નજીક પાણી ભરાઇ ગયુ જેના કારણે હાર્બર લાઇન પરની સેવા ધીમી પડી ગઇ. અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષાનાં કારણોસર ટ્રેનો ધીમી ગતિએ દોડી રહી હતી. થાણે-વાશી સહિત મુખ્ય લાઇનનાં અન્ય ભાગો પર અને અન્ય રૂટો પર લોકલ ટ્રેનોનું સંચાલન સામાન્ય છે.

1 376 મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડએલર્ટ જાહેર

દીવા તળે અંધારું..!: ઊના ગીરગઢડા પંથકની પ્રાથમિક શાળામાં વાવાઝોડાએ ઓનલાઇન શિક્ષણ કર્યુ ઓફ

હવામાન વિભાગ (આઇએમડી) એ શનિવારે સવારે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે મુંબઈ સહિત કોંકણનાં કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળીની ચેતવણી જારી કરી હતી. ‘ભારેથી અતિ ભારે વરસાદ’ એટલે કે રેડ એલર્ટ આગામી બે દિવસ માટે જારી કરવામાં આવેલ છે. આ અગાઉ શનિવારે આઇએમડીએ મુંબઇ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ હતુ. ઓરેન્જ એલર્ટનો અર્થ એ છે કે હવામાનની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. આઇએમડીની ચેતવણી બાદ, બીએમસીએ પણ આગામી બે દિવસમાં “અતિ ભારે વરસાદ” ની આગાહીને ધ્યાનમાં રાખીને સંબંધિત એજન્સીઓને “હાઇ એલર્ટ” જારી કર્યું છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, બેસ્ટ અને અદાણી અને અન્ય એજન્સીઓ જેવી વીજ વિતરણ કંપનીઓ દ્વારા સંચાલિત તમામ કંટ્રોલ રૂમોને “હાઈએલર્ટ” આપવામાં આવ્યું હતું અને તેમને એલર્ટ રહેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સિવાય નેવી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ને જરૂરી હોય તો તૈયાર રહેવા જણાવ્યું છે.

kalmukho str 8 મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડએલર્ટ જાહેર