Politics/ કોંગ્રેસના કાર્યકર્તા અધ્યક્ષ હાર્દિક પટેલને હાઇકમાન્ડનું તેંડુ, રાજ્યના સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર

ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણીની કવાયત વચ્ચે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને હાઇકમાન્ડનું તેડું આવ્યું છે. કોંગ્રેસ હાઇકમાન્ડે હાર્દિક પટેલને દિલ્હી બોલાવ્યા છે.

Top Stories Gujarat Others
A 128 કોંગ્રેસના કાર્યકર્તા અધ્યક્ષ હાર્દિક પટેલને હાઇકમાન્ડનું તેંડુ, રાજ્યના સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર

ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણીની કવાયત વચ્ચે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને હાઇકમાન્ડનું તેડું આવ્યું છે. કોંગ્રેસ હાઇકમાન્ડે હાર્દિક પટેલને દિલ્હી બોલાવ્યા છે. દિલ્હીથી બોલાવો આવતા આજે હાર્દિક પટેલ દિલ્હી જવા રવાના થશે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિને લઈને હાઇકમાન્ડ સાથે ચર્ચા કરશે.

હાર્દિક પટેલ ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે હાઇકમાન્ડ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરશે. રાજ્યમાં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટેની રણનીતિને લઈને પણ સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા કરશે.

આ પણ વાંચો :જીને કે લિયે સોચા હી નહી…. ગીત ગાઇ કિશોરે ટુંકાવ્યું જીવન

હાર્દિક પટેલ નવા પ્રમુખ તેમજ વિપક્ષના નેતાની નિમણુંક અંગે હાઇકમાન્ડ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરશે. સાથે જ ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિને લઇને હાઇકમાન્ડ સાથે ચર્ચા પણ કરશે. ગુજરાતમાં વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટેની રણનીતિને લઇને પણ હાર્દિક પટેલ સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતના નવા પ્રમુખની વરણી પહેલા હાર્દિકની હાઇકમાન્ડ સાથેની મુલાકાત ઘણી મહત્વની મનાઇ રહી છે.

આ પણ વાંચો :મુંબઇ પહોંચ્યું મોન્સૂન, 9 થી 12 જૂન દરમિયાન પૂણે અને કોંકણમાં ભારે વરસાદની સંભાવના

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે, છેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આ રાજીનામાં પડ્યા હોવા છતાં આટલા સમયથી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધનથી પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને તેમની જગ્યા પર સંગઠનને મજબૂત કરવા માટે નવા કયા ચહેરાને મૂકવામાં આવે તેના પર વિચાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ માટે બે જૂથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :ધ્રાંગધ્રામાં મિત્રની બહેનનાં લગ્નમાં હાજરી આપવા નીકળેલા પાંચ પૈકી બે મિત્રોનું કમકમાટીભર્યુ મોત