Not Set/ આ બેલ મુજે માર! જબરદસ્તી હેરાન કરી રહ્યો હતો યુવક, બળદે ભણાવ્યો આવો પાઠ

આ વિડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું – જંગલી કહી કે, તો વળી બીજાએ કહ્યું – સહી બાત હૈ.

Trending Videos
A 81 આ બેલ મુજે માર! જબરદસ્તી હેરાન કરી રહ્યો હતો યુવક, બળદે ભણાવ્યો આવો પાઠ

તમે આ કહેવત તો સાંભળી જ હશે આ બેલ મુજે માર.. હવે આ કહેવતને સાચી પડતા જુવો, હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક બળદને લાકડીથી મારતો જોવા મળી રહ્યો છે. જે બાદ બળદે એવો તો પાઠ ભણાવ્યો કે ત્યાં ઉભા રહેલા તમાંમ ચોંકી ગયા હતા. આ વિડીયો IPS અધિકારી રૂપિન શર્માએ તેમના ઓફિસીયલ ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. આ સાથે તેમણે કેપ્શન આપ્યું છે – આ બેલ મુજે માર…

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અને લોકોનું ધ્યાન પણ આ વિડીયો તરફ આકર્ષિત થઇ રહ્યું છે.

આ પણ વાંચો :મોતનો કોઈ ભરોસો નથી, આ વીડિયો જોઈને તમે પણ સમજી જશો!

આ વિડીયોને અત્યાર સુધીમાં 6.9K કરતા પણ વધુ વ્યુઝ મળી ચુક્યા છે. સાથે સાથે અનેક રિટ્વીટ પણ કરવામાં આવ્યા છે. જયારે અનેક લોકોને આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

આ વિડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું – જંગલી કહી કે, તો વળી બીજાએ કહ્યું – સહી બાત હૈ. જયારે અન્ય એક યુઝર્સે લખ્યું – આ શું વિચારી રહ્યો હતો…

આ પણ વાંચો :પીપાવાવ પોર્ટ પર સિંહ પરિવારના આંટાફેરાથી લોકોમાં ફફડાટ, જુઓ વિડીયો

આપને જણાવીએ કે વિડીયોમાં જોઈએ શકાય છે કે, એક યુવક જાણીજોઈને એક લાકડી વડે બળદને મારવા લાગે છે. યુવકને લાકડી વડે હુમલો કરતા જોઈ બળદ તેનાથી દૂર જતો રહે છે. પરંતુ થોડી જ સેકેન્ડ બાદ બળદ એ યુવકને પાઠ ભણાવવા માટે તેના પર હુમલો કરે છે. બળદના હુમલાથી બચવાના ચક્કરમાં યુવક નીચે પડી જાય છે. પરંતુ બળદ તે યુવક પર દયા બતાવતો નથી.આ દરમિયાન ત્યાં ઘણા લોકો આસપાસ હાજર હતા અને જે લોકો તે યુવકને બચાવવા જતા બળદ એ લોકો પર પણ હુમલો કરતો જોવા મળે છે. જો કે યુવકની કિસ્મત સારી હતી કે તેનો જીવ બચી ગયો.

આ પણ વાંચો :પાકિસ્તાનમાં આવા હોય છે ડિબેટ શો, તમે પણ જોઈને હસી હસીને બઠ્ઠા વળી જશો!