Not Set/ આંધ્રપ્રદેશમાં ગોઝારી ઘટના : ગોદાવરી નદીમાં 61 લોકો સાથે બોટ ડૂબી

રવિવારે બપોરે આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાની ગોદાવરી નદીમાં એક પર્યટન નૌકા પ્ર્વસીઓ સાથે ડૂબી જવાની આશંકા છે. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 10 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, અકસ્માતની સંપૂર્ણ વિગતો અને ક્રેશ થયેલી બોટમાં કેટલા મુસાફરો સવાર હતા તેની વિગતવાર માહિતી મળી નથી. છેલ્લા કેટલાક દિવસોથી ગોદાવરી નદીમાં […]

Top Stories India
boat capsize 0 આંધ્રપ્રદેશમાં ગોઝારી ઘટના : ગોદાવરી નદીમાં 61 લોકો સાથે બોટ ડૂબી

રવિવારે બપોરે આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાની ગોદાવરી નદીમાં એક પર્યટન નૌકા પ્ર્વસીઓ સાથે ડૂબી જવાની આશંકા છે. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 10 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, અકસ્માતની સંપૂર્ણ વિગતો અને ક્રેશ થયેલી બોટમાં કેટલા મુસાફરો સવાર હતા તેની વિગતવાર માહિતી મળી નથી.

છેલ્લા કેટલાક દિવસોથી ગોદાવરી નદીમાં પાણીનું જલસ્તર ઘણું વધારે રહે છે. પૂર્વ ગોદાવરી જિલ્લા પોલીસ અધિક્ષક અદનાન અસ્મિએ જણાવ્યું હતું કે, આ કેસ અંગે સંપૂર્ણ માહિતી એકત્રીત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સંચાલિત બોટમાં જેમાં ક્રૂના 11 સભ્યો સહિત આશરે 60 લોકો સવાર હતા,.

સૂત્રોએ જણાવ્યું કે કાચુલુરુ નજીક બોટ પલટી ગઈ. મુખ્ય સચિવે માહિતી આપી હતી કે દુર્ઘટનામાં પીડિતોને શોધવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 30 સભ્યોની નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની બે ટીમો રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન