હવામાન ખાતા/ લો પ્રેશર બે દિવસ પછી સક્રિય બનતા રાજ્યના કેટલા ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે

રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં કેરળ, તામિળનાડું નજીક હવાનું એક હળવું દબાણ સર્જાઈ રહ્યું છે

Gujarat
Untitled 46 લો પ્રેશર બે દિવસ પછી સક્રિય બનતા રાજ્યના કેટલા ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે

રાજયમાં  હવે  ઠંડી નો માહોલ જોવા મળી રહ્યો છે .  શિયાળામાં સવારે  ઠંડીનો  અહેસાસ જોવા મળી રહે  છે . ત્યારે તહેવારો બાદ રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટા અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં કેરળ, તામિળનાડું નજીક હવાનું એક હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. આ લો પ્રેશર બે દિવસ પછી સક્રિય બનતા રાજ્યના કેટલા ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો ;દિલ્હી / આર્યન ખાન જેલમાં હતો ત્યારે રાહુલ ગાંધીએ શહરૂખને લખ્યો હતો પત્ર, કહ્યું – દેશ તમારી….
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી બે દિવસમાં હવાનું હળવું દબાણ સક્રિય રીતે આકાર પામી પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરી શકે છે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં પણ આવી એક સિસ્ટમથી અસરથી પૂર્વીય પ્રદેશોમાં પણ વરસાદી માહોલ સર્જાશે. તો આ તરફ કેરળ, તામિલનાડુ, ગોવા, મહારાષ્ટ્ર સુધી અરબુ સમુદ્રમાં સર્જાનાર હવાના હળવા દબાણથી વરસાદી માહોલ એટલે કે ક્યાંક કમોસમી વરસાદ થશે. ગુજરાતમાં ભાઈબીજ પછી દિવસે ગરમીમાં થોડો વધારો થવાની સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા છે.

આ પણ વાંચો ;કાનપુરમાં ઝિકાનો કહેર / એકસાથે મળ્યા 25 ઝિકા વાઇરસના દર્દીઓ, સંક્રમિતનો આંક પહોંચ્યો …
નૈઋત્યનું ચોમાસું વિદાય લેવાની સાથે જ હિમાલયના પ્રદેશોમાં થયેલી હિમવર્ષાના કારણે છેક પશ્ચિમ ભારત સુધી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જો કે, કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યમાં સાર્વત્રિક ઠંડીનું પ્રમાણ થોડુક ઘટ્યું છે. અમદાવાદમાં મંગળવારે વહેલી સવારે 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દિવસનું તાપમાન 35.5 ડિગ્રી સુદી પહોંચી ગયું હતું.