સુરત/ માનવતા મરી પરવારી, મૃત મિત્રની ઉત્તરક્રિયામાં સ્માર્ટફોનની કરી ચોરી, ગૂગલ પેથી 3 લાખ કર્યા ટ્રાન્સફર

સુરતમાં મિત્રતાને કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પોતાના મૃત્યુ પામેલા મિત્રના મોતનો મલાજો પણ ના રાખ્યો. આ વ્યક્તિએ કેન્સર પીડિત પોતાના મિત્ર સાથે છેતરપિંડી કરી.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 06 13T163431.002 માનવતા મરી પરવારી, મૃત મિત્રની ઉત્તરક્રિયામાં સ્માર્ટફોનની કરી ચોરી, ગૂગલ પેથી 3 લાખ કર્યા ટ્રાન્સફર

સુરતમાં મિત્રતાને કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પોતાના મૃત્યુ પામેલા મિત્રના મોતનો મલાજો પણ ના રાખ્યો. આ વ્યક્તિએ કેન્સર પીડિત પોતાના મિત્ર સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાની ઉઠાંતરી કરી. જ્યારે કેન્સર પીડિત વ્યક્તિ મૃત્યુ પામ્યો અને તેના ભાઈને મિત્રની છેતરપિંડી કર્યાની જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી.

ડાયમંડ શહેર સુરતમાં એક મિત્રએ પોતાના મિત્રની મજબૂરીનો લાભ ઉઠાવી ગુગલ પે પરથી 3લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ઉપાડી લીધા. શહેરમાં કપોદ્રા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરા નામના શખ્સને અચાનક કેન્સર થયાનું નિદાન થયું. ગંભીર બીમારીની સારવાર બાદ પણ નિકુલભાઈ ગજેરાનું કેન્સરના કારણે મૃત્યુ થયું. જેના બાદ પરિવારે હિંદુ પરંપરા મુજબ નિકલુભાઈ ગજેરાના મૃત્યુ બાદની ઉત્તરક્રિયા કરી. આ ઉત્તરક્રિયા દરમ્યાન 12ના દિવસે નિકુલભાઈનો નાનપણનો મિત્ર આવ્યો. અને પરિવાર બારમાની વિધિમાં વ્યસ્ત હતો ત્યારે નિકુલભાઈના આ મિત્રએ મૃતકના સ્માર્ટફોનની ચોરી કરી. મૃતક નિકુલભાઈનો સ્માર્ટફોન ચોર્યા બાદ આ મિત્રે ઓનલાઈન ગૂગલ-પેથી ત્રણ લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા.

મૃતક નિકુલભાઈની ઉત્તરક્રિયામાં વ્યસ્ત પરિવારે થોડા સમય બાદ તેમના ફોન લીધો. મૃતકના ભાઈએ સ્માર્ટફોનથી થયેલ આ ટ્રાન્ઝેકશનની તપાસ કરતા મિત્રના કરતૂતનો ભાંડો ફૂટ્યો. નરેન્દ્રભાઈએ પોતાના મૃતક ભાઈના મિત્ર દ્વારા કરવામાં આવેલ છેતરપિંડીને લઈને  વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરીયાદ કરી. પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ

આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ

આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ