Canada/ કેનેડાની ત્રણ કોલેજોને વાગ્યા તાળાં, ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

ગુજરાતના જ 150 વિદ્યાર્થીઓ કેનેડામાં ભણતા હતા, એ કોલેજ બંધ થઇ ગઈ છે. જ્યારે કોલેજમાં ભારતના 2500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

Top Stories Gujarat
canada

કેનેડામાં ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાની માહિતી મળી છે. ખાસ કરીને ગુજરાતના જ 150 વિદ્યાર્થીઓ કેનેડામાં ભણતા હતા, એ કોલેજ બંધ થઇ ગઈ છે. જ્યારે કોલેજમાં ભારતના 2500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ગુજરાતના અનેક શહેરના વિદ્યાર્થીઓ આ ત્રણ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેની સામે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓએ હાથમાં પોસ્ટર લઇને ન્યાયની માગી કરી રહ્યા છે. કેનેડામાં ‘WE NEED ANSWERS’ લખેલા પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ રોડ પર ઉતરીને વિરોધ કર્યો છે.

આ પણ વાંચો:રેલવે મુસાફરો માટે સારા સમાચાર, 14 ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં ભોજન સેવા શરૂ થશે.

ગુજરાતીઓને પરદેશમાં ભણવા જવાનો શોખ ભારે પડી રહ્યો છે. કયુબેક પ્રાંતમાં ગુજરાતના 150 સહિત ભારતના 2500 વિદ્યાર્થીઓ ભણતા હતા .એવી 3 કોલેજો અચાનક બંધ થઈ ગઈ છે. લાખો રૂપિયા ખર્ચીને અને ખાસ્સી મહેનત કરીને કેનેડા ભણવા ગયેલા વિદ્યાર્થીઓ લટકી પડ્યા છે. આ કોલેજો આમ તો પ્રાઈવેટ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે. આ કોલેજોએ કેનેડાની કોર્ટમાં નાદારી માટે અરજી કરી છે. આ કોલેજોમાં ગુજરાતના અનેક શહેરોના વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું. એ વિદ્યાર્થીઓ અને અન્ય સ્થાનિક સ્ટુડન્ટ્સે પ્રદર્શન કરવું પડે એવી સ્થિતિ આવી પડી છે. વિદ્યાર્થીઓ કેનેડાના ઠંડાગાર વાતાવરણમાં બર્ફીલી ભૂમિ પર ઉભા રહીને હાથમાં પોસ્ટર લઈ પ્રદર્શન કરી રહ્યા છે.

આપણે ઉનાળું વેકેશન હોય એમ કેનેડામાં અત્યંત આકરી ઠંડી પડતી હોવાથી શિયાળુ વેકેશનની પણ પ્રથા છે. જેથી કેનેડાના ક્યુબેક પ્રાંતના મોન્ટ્રિયલ શહેરમાં આવેલી આ કોલેજ-યુનિવર્સિટીઓએ પહેલા તો નવેમ્બર 2021માં શિયાળુ વેકેશનની જાહેરાત કરી હતી. એ પછી જાન્યુઆરી 2022માં કોલેજે જાહેરાત કરી કે, વિદ્યાર્થીઓ બાકીની ફી ચૂકવી આપે. એ ફીની રકમ 10થી લઈને 20 લાખ સુધીની થાય છે. એ પછી કોલેજ અચાનક બંધ કરી દેવાઈ છે. બંધ કરવા માટે પોતાની આર્થિક સ્થિતિ નબળી છે એવુ કારણ કોલેજોએ આપ્યું છે અને એ માટે અરજી પણ કરી છે.

કેનેડામાં ગુજરાતીઓ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે, એડમિશન લેતાં પહેલાં કોઇપણ કોલેજનો ઇતિહાસ તપાસવો હવે જરૂરી છે. ભારતીય એજન્ટો આ કોલેજો પાસે ત્યાં પૂરતા ડોકયુમેન્ટ ના હોવાથી સમસ્યા સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે. કેનેડામાં હાલમાં વડોદરાના 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો:છત્તીસગઢના બીજાપુરમાં CRPF-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક ઘાયલ

આ પણ વાંચો:કોવિડ રસીનો બૂસ્ટર ડોઝ કેટલા સમય માટે રક્ષણ પૂરું પાડે છે? આ અભ્યાસમાં જવાબ મળ્યો