Lifestyle/ વજન ઘટાડવા માટે સ્પેશ્યલ હન્ગ કર્ડ સેન્ડવીચ રેસિપી….દહીંથી બનાવો હૅલ્ધી નાસ્તો…

Hung Curd Sandwich (હન્ગ કર્ડ સેન્ડવીચ) દહીંને બાંધીને ઘટ્ટ બનાવ્યા પછી બનાવવામાં આવતી હૅલ્ધી રેસિપી છે જે વજનને નિયંત્રિત રાખવામાં મદદરુપ છે…

Trending Food Health & Fitness Lifestyle
Hung Curd Sandwich, હન્ગ કર્ડ સેન્ડવીચ,રેસિપી,હૅલ્ધી,નાસ્તો

Lifestyle: સવારના નાસ્તાની શરુઆત જો હૅલ્ધી હોય તો શરીર આખો દિવસ ઊર્જાવાન રહે છે. આ સંજોગોમાં તમે સ્પેશિયલ હન્ગ કર્ડ સેન્ડવીચ (Hung Curd Sandwich) બનાવવાની રેસિપી દર્શાવવા જઇ રહ્યા છીએ. એને વધારે પોષણયુક્ત બનાવવા માટે તમે ફળ, સૂકા મેવા અને સીડ્સ પણ વાપરી શકો છો. આનાથી તમને વધારાના ફાઇબર (Fiber) સાથે અન્ય ઘણા પોષક તત્વો પણ મળશે. વળી, લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહેશે. આ રેસિપી (Recipe) બનાવવી અત્યંત આસાન છે.

Hung Curd Sandwich, હન્ગ કર્ડ સેન્ડવીચ,રેસિપી,હૅલ્ધી,નાસ્તો

ગુણકારી દહીં વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ

દહીંમાં પ્રોટીન (Protein) હોય છે અને એ વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. એ ખાવાથી ન તો તમને વારંવાર ભૂખ લાગે છે અને પેટ ભરેલું મહેસૂસ થાય છે. વારંવાર ખાવાની ઇચ્છા ન થવાથી આપોઆપ વજન નિયંત્રણમાં રહે છે. પ્રોબાયોટિક્સથી ભરપૂર દહીંનું સેવન શરીરની વધારાની ચરબી (Fat)ને ઓછી કરવામાં સહાયક બને છે. જે લોકો વેટ લોસ જર્ની (Weight Loss Journey)માં જોડાયેલા છે એમના માટે ઓછી ફેટ ધરાવતું દહીં કે ગ્રીક યોગર્ટ વાપરવું ઉત્તમ રહેશે.

શી રીતે બનાવશો હન્ગ કર્ડ સેન્ડવીચ (Hung Curd Sandwich)?

વાનગીને બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Hung Curd Sandwich, હન્ગ કર્ડ સેન્ડવીચ,રેસિપી,હૅલ્ધી,નાસ્તો

સામગ્રી

2 કપ ઘટ્ટ દહીં

1 ટેબલસ્પૂન છીણેલું ગાજર

1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોબીજ

1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા શિમલા મિર્ચ

1 ટેબલસ્પૂન ઉકાળેલા મકાઇના દાણા

1 ટી સ્પૂન મરી પાવડર

સ્વાદાનુસાર મીઠું

આવશ્યકતા અનુસાર બ્રેડ સ્લાઇઝ

હન્ગ કર્ડ બનાવવાની વિધિ

1. સોપ્રથમ એક સાફ કપડું લો. એમાં 2 કપ ઘટ્ટ દહીં (Curd)ને નાખીને એના સારી રીતે બાંધી લો.

2. એને એક સ્થાને લટકે એ રીતે રાખો, જેથી એનું વધારાનું પાણી નીતરી જાય.

3. કેટલાક કલાક બાદ એ વાપરવાલાયક થઇ જશે.

4. હવે એને એક બાઉલમાં કાઢીને ફ્રીઝમાં મૂકી દો જેથી એ ખાટું ન થાય.

5. 2 કલાકમાં તો દહીં ક્રીમી અને ઘટ્ટ બની જાય છે. જો તમારે આ પ્રક્રિયા ન કરવી હોય તે તમે ગ્રીક યોગર્ટ (Greek Yogurt) પણ વાપરી શકો છો.

Hung Curd Sandwich, હન્ગ કર્ડ સેન્ડવીચ,રેસિપી,હૅલ્ધી,નાસ્તો

સેન્ડવીચ બનાવવાની વિધિ

1. આ બનાવવા માટે તમે એગલેસ મેયોનીઝ (Mayonnaise) પણ વાપરી શકો છો અથવા એને સ્કિપ પણ કરી શકો છો.

2. એક વાસણમાં હન્ગ કર્ડ લો અને એમાં તમામ સમારેલી કે છીણેલી શાકભાજી મિક્સ કરી લો.

3. હવે એમાં મીઠું અને મરી (Salt & Pepper)મિક્સ કરીને સારી રીતે મિક્સ કરો. તમે ઇચ્છો તો ચિલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો.

4. હવે 2 બ્રેડ સ્લાઇઝ (Bread) લઇને એની કિનારીઓને કાપી લો. એના તમે બ્રેડક્રમ્સ બનાવી શકો છો.

5. હવે એક બ્રેડ સ્લાઇઝ પર મિશ્રણ પાથરો અને ઉપર બીજી બ્રેડ સ્લાઇઝ ઢાંકી દો. એને સારી રીતે દબાવી દો.

તો તૈયાર છે તમારી હન્ગ કર્ડ સેન્ડવીચ…તમે ઇચ્છો તો એને બટરમાં હળવી શેકી પણ શકો છો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ગ્રીન ટી કે લીંબુ પાણી…વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક શું છે? જાણીએ શ્રેષ્ઠ વેઇટ લોસ ટિપ્સ…

આ પણ વાંચો: નાસ્તામાં બનાવો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…વજન પણ નહિં વધે અને સ્વાદ પણ સંતોષાશે…હૅલ્ધી રેસિપી..!