Not Set/ અમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો, પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપ્યા પછી પત્ની ચોંકી ગઇ, જાણો કેમ

પત્નીએ પતિને પોતાની કઝીન સાથે રંગરેલીયા મનાવતા રંગેહાથ ઝડપી પાડતા આખો મામલો અંતે 181 મહિલા હેલ્પલાઇનની મદદથી ઉકેલવામાં આવ્યો હતો.

Ahmedabad Gujarat
831857 15705 hqxminsdfk 1487408940 અમદાવાદનો આંખ ઉઘાડતો કિસ્સો, પતિને પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપ્યા પછી પત્ની ચોંકી ગઇ, જાણો કેમ

સોશિયલ મીડિયાના યુગમાં સમાજમાં લગ્નેતર સંબંધોના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. પ્રેમસંબંધોમાં ઘણીવાર મર્યાદાઓ તાર તાર થઇ જતી હોય છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિને પત્નીની પિતરાઇ બહેન (સાળી) સાથે જ આડાસંબંધ હતા. પત્નીએ પતિને પોતાની કઝીન સાથે રંગરેલીયા મનાવતા રંગેહાથ ઝડપી પાડતા આખો મામલો અંતે 181 મહિલા હેલ્પલાઇનની મદદથી ઉકેલવામાં આવ્યો હતો.

પૂર્વ અમદાવાદમાં પતિને પત્નીની સગા ફોઇની વિધવા છોકરી સાથે આડાસંબંધ હોવાથી તેમને સમજાવવા માટે પત્નીએ 181 હેલ્પલાઈનની ( 181 Women Helpline) ફોન કરીને મદદ માગી હતી. હેલ્પલાઈનની ટીમ કાઉન્સિલિંગ માટે ત્યાં પહોંચી ત્યારે પરિણીતાએ કહ્યું કે, હું નોકરી પર જવું એટલે મારા પતિને મળવા મારી ફોઈની વિધવા છોકરી અહીંયા આવે છે અને પતિના મોબાઈલમાં તપાસ કરતાં તે બંનેનાં સાથે ફોટા પણ છે. આથી મહિલા ટીમે પતિ અને પિતરાઈ બહેનને પ્રેમસંબંધ ન રાખવા કહ્યું હતું. પરંતુ બંને એકબીજાથી છૂટા પડવાની ના પાડતા હતા. આથી મહિલા ટીમ દ્વારા બંનને કાયદાકીય ભાષામાં સમજાવતાં અંતે બંનેએ કોઈ સંબંધ ન રાખવા જણાવ્યું હતું.

ઘટના એમ હતી કે, આણંદમાં હેલ્પલાઈન 181 નંબર પર એક પરિણીતાનો ફોન આવ્યો હતો. મહિલાએ ફોન પર ટીમને કહ્યું કે, તેના પતિના અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ છે. તેઓ મને છૂટાછેડા આપવા માંગે છે. જેથી હેલ્પલાઈન ટીમ મહિલાની મદદે પહોંચી હતી.

મહિલાએ ટીમને પોતાની આપવીતી બતાવતા જણાવ્યું કે, મારી ગેરહાજરીમાં મારા ઘરે રોજ એક મહિલા મારા પતિને મળવા આવતી હતી. આ વાતની જાણ મારા પાડોશીઓએ મને કરી હતી. તેથી પતિને રંગે હાથ ઝડપવાનું મેં નક્કી કર્યું. એક દિવસે મેં બંનેને પકડી પાડ્યા હતા. ત્યારે મારા પતિની પ્રેમિકાને જોઈને હું શોક્ડ થઈ ગઈ હતી. મારા પતિની પ્રેમિકા કોઈ બીજી નહિ, પણ સગા ફોઈની વિધવા દીકરી જ હતી. જે હું નોકરી પર જઉ તો મારા પતિને રોજ મળવા આવતી હતી. પહેલા મને શંકા ન ગઈ, પણ પછી મેં મારા પતિનો ફોન ચકાસ્યો હતો. ત્યારે મારા પતિના પિતરાઈ બહેન સાથે ઢગલાબંધ ફોટો હતા. જે જોઈને હું આઘાત પામી હતી.

મહિલાએ જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલાં તેઓના પ્રેમલગ્ન થયા છે અને એક બાળક છે. પતિ-પત્ની સાસુ-સસરાથી અલગ રહી અને નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બંનેની નોકરીનો સમય અલગ અલગ હતો. હવે મારો પતિ મને છૂટાછેડા આપવા માંગે છે. જોકે, મહિલાની વાત સાંભળીને ટીમે પતિ પત્ની બંનેને કાઉન્સેલિંગ માટે બોલાવ્યા હતા. અંતે બંને વચ્ચે સમાધાન થયું હતું.