Not Set/ ICC World Cup : ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં કેવુ રહેશે Weather, જાણો

વિશ્વકપની સૌથી મજબૂત દાવેદાર ટીમ ઈંન્ડિયા બુધવારે આઇસીસી વિશ્વકપ 2019ની તેની પહેલી મેચ ચોકર્સનાં નામે પ્રખ્યાત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે. ભારતની આ પહેલી મેચ ભલે હોય પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમ બે મેચ રમી ચુકી છે અને તે બંન્ને મેચમાં હારી આ મેચને જીતવાનો પૂરો પ્રયત્ન કરવા મેદાને ઉતરશે. આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાની ટીમને […]

Sports
Rain weather ICC World Cup : ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં કેવુ રહેશે Weather, જાણો

વિશ્વકપની સૌથી મજબૂત દાવેદાર ટીમ ઈંન્ડિયા બુધવારે આઇસીસી વિશ્વકપ 2019ની તેની પહેલી મેચ ચોકર્સનાં નામે પ્રખ્યાત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે. ભારતની આ પહેલી મેચ ભલે હોય પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમ બે મેચ રમી ચુકી છે અને તે બંન્ને મેચમાં હારી આ મેચને જીતવાનો પૂરો પ્રયત્ન કરવા મેદાને ઉતરશે. આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાની ટીમને વિશ્વકપ ઇતિહાસમાં ચોકર્સ તરીકે ઓળખવામા આવે છે.

pjimage 4 1559551964 ICC World Cup : ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં કેવુ રહેશે Weather, જાણો

ભારતની વિશ્વકપની પહેલી મેચમાં કોણ હશે પ્લેઇગ ઇલેવનમાં તેના પર સૌ કોઇની નજર રહેશે. મેચમાં વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા પર સૌ કોઇની નજર રહેશે. જો કે પોતાનો પહેલો વિશ્વકપ રમી રહેલા કેદાર જાદવ અને વિજય શંકર પર પણ લોકોનું ધ્યાન જશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ આ પહેલા બે મેચ રમી ચુકી છે. જેમા તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે દક્ષિણ આફ્રિકા ટૂર્નામેન્ટમાં તેની ત્રીજી મેચ રમશે તો ભારત પહેલી મેચ રમી જીતથી ટૂર્નામેન્ટની શરૂઆત કરવા મેદાને ઉતરશે. વળી દક્ષિણ આફ્રિકા આ મેચમાં ભારતને હરાવીને આ વિશ્વકપની પહેલી જીતનું ખાતુ ખોલવા પૂરી મહેનત કરશે.

Weather રિપોર્ટ

Ageas Bowl Venue Hampshire Cricket ICC World Cup : ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચમાં કેવુ રહેશે Weather, જાણો

સાઉથૈમ્પટનમાં મેચનાં એક દિવસ પહેલા વરસાદ પડ્યો હતો, અને અત્યાર સુધીની અપડેટ મુજબ સાઉથૈમ્પટનમાં તડકો નિકળ્યો છે અને સાથે તે આશા પણ દેખાઇ રહી છે કે આજે વરસાદ નહી આવે અને ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચેની મેચ ક્રિકેટ પ્રેમીઓ જોઇ શકશે.

કેટલી વખત ટીમ સામ સામે આવી

ભારતની ટીમ આ વખતનાં વિશ્વકપની પ્રંબળ દાવેદાર તરીકે દેખાઇ રહી છે. પરંતુ સાઉથ આફ્રિકાની સામે તેનું અત્યાર સુધીનું પ્રદર્શન જોઇએ તો જૂના આંકડામાં ટીમનું પ્રદર્શન આફ્રિકાની વિરૂદ્ધ થોડુંક નબળું દેખાય છે. વિશ્વકપમાં આ બંનેનો સામનો અત્યાર સુધી 4 વખત થઇ ચૂકયો છે અને સાઉથ આફ્રિકા અહીં 1-3થી આગળ છે.

ભારત

વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, વિજય શંકર, કુલદીપ યાદવ

દક્ષિણ આફ્રિકા

ફેફ ડુપ્લેસીસ(કેપ્ટન), ક્વિંટન ડીકોક, એડેન માર્કરામ, હાશિમ અમલા, ડેવિડ મિલર, રાસી વૈન ડર ડૂસન, જે પી ડ્યુમિની, એંડિલે ફેહલુકવે, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, લુંગી એનગીડી, તબરેઝ શમ્સી, ઈમરાન તાહિર, એનરિચ નોર્ટજે.