ખુલ્લી દાદાગીરી!/ ક્ષત્રિય સમાજે કહ્યું, આ બેઠકો પર કોંગ્રેસ જો મેન્ટેડ ચેન્જ નહીં કરે તો…

કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જાહેર કરેલા નામોની યાદીમાં ક્ષત્રિય સમાજને ટિકિટ ન ફાળવવામાં આવતા આગેવાનોમા રોષ ભરાયા છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
3 9 ક્ષત્રિય સમાજે કહ્યું, આ બેઠકો પર કોંગ્રેસ જો મેન્ટેડ ચેન્જ નહીં કરે તો...

કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જાહેર કરેલા નામોની યાદીમાં ક્ષત્રિય સમાજને ટિકિટ ન ફાળવવામાં આવતા આગેવાનોમા રોષ ભરાયા છે. ડીસા હિંમતનગર અને ખેરાલુ બેઠક ઉપર કોંગ્રેસ જો મેન્ટેડ ચેન્જ નહીં કરે તો કોંગ્રેસી નેતાઓના ઝભ્ભા ફાડી નાખવાની  ચીમકી આપવામાં આવી છે.

ક્ષત્રિય સમાજે આક્ષેપ કર્યો હતો કેકોંગ્રેસ પૈસા લઈને ટિકિટની વહેંચણી કરે છે. કડી બેઠક ઉપર કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી છે તેને 50 લાખનો વ્યવહાર કર્યો છે. આ અંગેના પુરાવા અમારી પાસે છે. કોંગ્રેસના નેતાઓ જો ટિકિટ વહેચણીમાં ફેરફાર નહી કરે તો આ અંગેના પુરાવા પણ આગામી સમયમાં રજુ કરવાની ધમકી આપવામાં આવી છે.

ટિકિટ ફાળવણીને લઈને નારાજ ક્ષત્રિય સમાજને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ટિકિટ નહી ફાળવેતો ગુજરાતની તમામ બેઠકો ઉપર આની અસર થશે અને ક્ષત્રિય સમાજ આ ચૂંટણીમાં તેમની તાકાત બતાવી દેશે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈએ ક્ષત્રિય સમાજને અંધારામાં રાખીને વેપાર કરીને ટિકિટ આપી દીધી છે. કોંગ્રેસ જો પોતાની ભૂલ નહીં સુધારે તો માઠા પરિણામ ભોગવવા તૈયાર રહે.