સનાતનીની તનાતની/ 300 હિન્દૂઓનું ધર્માંતરણ અટકાવ્યું તો શંકરાચાર્ય પોતે જ આશીર્વાદ આપવા પહોંચ્યા તાપી

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઘણા હિંદુઓએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

Gujarat Others
તાપી 300 હિન્દૂઓનું ધર્માંતરણ અટકાવ્યું તો શંકરાચાર્ય પોતે જ આશીર્વાદ આપવા પહોંચ્યા તાપી

તાપી: દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી તાપી જિલ્લામાં આવ્યા હતા. તેમણે અહીં છીડીયા ગામના પુનિયાભાઈ સાથે ખાસ મુલાકાત કરી હતી. શંકરાચાર્ય પુનિયાભાઈના પરિવારને મળ્યા હતા અને ખાસ આશીર્વાદ પણ આપ્યા હતા. પુનિયાભાઈ આ વિસ્તારના 300 હિન્દુઓને ખ્રિસ્તી ધર્મ અપનાવતા રોકવા માટે સમાચારોમાં ચમક્યા હતા. આ કારણે શંકરાચાર્ય તેમના ધાર્મિક પ્રચાર પ્રવાસ દરમિયાન પુનિયાભાઈને મળ્યા હતા. થોડા દિવસો પહેલા શંકરાચાર્ય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

ડાંગ અને તાપી એપી સેન્ટર છે

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઘણા હિંદુઓએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેના કારણે જ્યારે ડાંગમાંથી હિંદુઓ ખ્રિસ્તી બનવાની માહિતી સામે આવી હતી. તો શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે ત્યાં ખાસ મુલાકાત લીધી હતી અને હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ અંગે લોકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ત્યારબાદ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ પણ કેટલાક આદિવાસી પરિવારોના ઘરની મુલાકાત લીધી હતી. તેમના રોકાણ દરમિયાન તેમણે ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો.

પુનિયાભાઈ  ભાવવિભોર થઇ ગયા

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજીને તેમના ઘરમાં જોઈને પુનિયાભાઈના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. પુનિયાભાઈએ પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી શંકરાચાર્યએ પુનિયાના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમને ખાસ આશીર્વાદ આપ્યા હતી. શંકરાચાર્યએ કહ્યું કે સનાતનની રક્ષા માટેના દરેક પ્રયાસને નાનો ન ગણી શકાય. છીડીયા ગામ પહોંચતા પુનિયાભાઈના પત્નીએ પણ શંકરાચાર્યનું પુષ્પહાર કરીને સ્વાગત કર્યું હતું. લોકોએ શંકરાચાર્ય પુનિયા અને તેમના પરિવારની હિંદુ અને સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધાની પ્રશંસા કરી.

2011માં 90 ટકા હિંદુઓ હતા

તાપી પણ ગુજરાતના 33 જિલ્લાઓમાંનો એક જિલ્લો છે. તે તાપી નદી પર આવેલું છે. તેથી તેનું નામ તાપી પડ્યું. ભૌગોલિક રીતે તે ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલું છે. આ જિલ્લામાં કુલ 523 ગામો છે. રાજ્ય સરકારે 2007માં આ જિલ્લાની રચના કરી હતી. આ જિલ્લાની સરહદ મહારાષ્ટ્ર સાથે જોડાય છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, તાપી જિલ્લાની કુલ વસ્તી 807,022 હતી. છેલ્લી વસ્તી ગણતરી સુધી અહીંની 89.95% વસ્તી હિંદુ ધર્મ અને 6.56% ખ્રિસ્તી ધર્મની છે, જ્યારે 2.76% વસ્તી ઇસ્લામ અને 0.73% અન્ય ધર્મોની છે.

આ પણ વાંચો- મુકેશ અંબાણીને ધમકી આપનાર મુખ્ય આરોપીની ગુજરાતમાંથી ધરપકડ!

આ પણ વાંચો- રાજ્ય સરકારનો પ્રશંસનિય નિર્ણય; હવે પાંચ દિવસ સુધી રહેશે સળંગ રજા