Not Set/ કોરોના વોરિયર ગૌરવ ભાઈની ગૌરવ લેવા જેવી વાત તમે પણ જાણી લો, હૈયું હચમચી જશે

કોરોના વોરિયર્સમાં સામાન્ય રીતે લોકોના મોઢે ડોક્ટર્સ તેમજ નર્સના નામ જ આવતા હોય છે પણ કોઈના મગજમાં કોરોના વાયરસની જંગ સામે લડત આપી રહેલા બીજા વોરિયર્સનો તો વિચાર પણ નથી આવતો હોતો.

Top Stories Gujarat Others
A 345 કોરોના વોરિયર ગૌરવ ભાઈની ગૌરવ લેવા જેવી વાત તમે પણ જાણી લો, હૈયું હચમચી જશે

કોરોના વોરિયર્સમાં સામાન્ય રીતે લોકોના મોઢે ડોક્ટર્સ તેમજ નર્સના નામ જ આવતા હોય છે પણ કોઈના મગજમાં કોરોના વાયરસની જંગ સામે લડત આપી રહેલા બીજા વોરિયર્સનો તો વિચાર પણ નથી આવતો હોતો. આ કોરોના વોરિયર્સ છે. આવા કપરા સમયે પણ પોતાના જીવને જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી રહેલા તબીબોની સાથે અન્ય મેડિકલ સ્ટાફ સાથે અનેક નામી-અનામી કોરોના વૉરિયર લોક સેવામાં લાગેલા છે.વલસાડ જિલ્લાના પારડીના એક સ્મશાન ભૂમિમાં મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કામ કરતા એક કર્મચારીએ પોતાના લગ્નના દિવસે પણ પીઠી ચોળેલા વાધામાં પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું.

આપને જણાવી દઈએ કે, હિન્દુ ધર્મમાં લગ્નના દિવસો દરમિયાન વરરાજા કે તેના પરિવારજનો કોઈ સ્વજનની અંતિમવિધિમાં પણ જતા નથી અને સ્મશાનભૂમિ નજીક જવાનું પણ બાધ્ય માનવામાં આવે છે. આમ છતાં પણ આવી તમામ સામાજિક માન્યતાઓને અવગણીને ગૌરવભાઈએ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું.

 પીઠી ચોળેલી હાલતમાં ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર કર્મચારી.

આ પણ વાંચો : 102 વર્ષીય વૃદ્ધાએ 12 દિવસ સુધી હોસ્પિટલમાં રહી જીત્યો કોરોના સામે જંગ

વલસાડ જિલ્લાના પારડીમાં આવેલા સ્મશાનગૃહમાં ગૌરવભાઈ કમલેશભાઈ નામનો યુવક મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કામ કરે છે. મંગળવારે ગૌરવભાઈના લગ્ન હતા. તેમના ઘરે લગ્નનો મંડપ બંધાયો હતો અને લગ્ન ગીતો ગવાઈ  રહ્યા હતા. પરિવારમાં અનેરો ઉત્સાહ હતો. બરાબર એ જ વખતે સ્મશાનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આથી સ્મશાન ગૃહના સંચાલકોએ ગૌરવભાઈને જાણ કરતા તેઓ પીઠી ચોળેલા વાઘામાં જ સ્મશાન પહોંચ્યા હતા અને ટેક્નિકલ સમસ્યા દૂર કરી હતી.

 ઉલ્લેખનીય છે કે ગૌરવભાઈ જેવા અનેક નામી-અનામી કોરોના વૉરિયર્સ અત્યારે પોતાના જીવને જોખમમાં મૂકીને પોતાના વ્યક્તિગત ગમા-અણગમા અને પરિવારના પ્રસંગોને પણ બાજુમાં મૂકીને પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યા છે. કોરોનાના આ  કપરાકાળમાં પોતાના જીવને જોખમમાં મૂકી ફરજ બજાવતા આવા કોરોના વૉરિયર્સને સલામ.

આ પણ વાંચો :ગુજરાતીઓએ કોરોનાને કારણે એપ્રિલ માસમાં પાંચ જજોને ગુમાવ્યા

એટલું જ નહીં, તેઓ અડધો કલાક સુધી સ્મશાનમાં રોકાયા હતા અને ત્રણ મૃતદેહને અગ્નિદાહ પણ આપ્યો હતો. આ રીતે તેઓએ  પોતાના લગ્નના દિવસે પણ પીઠી ચોળેલી અવસ્થામાં સ્મશાનમાં આવીને મૃતદેહોને અગ્નિદાહ આપીને આફતના સમયમાં શક્ય તમામ મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ તેમણે પોતાની ફરજ નિષ્ઠાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 ઉલ્લેખનીય છે કે ગૌરવભાઈ જેવા અનેક નામી-અનામી કોરોના વૉરિયર્સ અત્યારે પોતાના જીવને જોખમમાં મૂકીને પોતાના વ્યક્તિગત ગમા-અણગમા અને પરિવારના પ્રસંગોને પણ બાજુમાં મૂકીને પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યા છે. કોરોનાના આ  કપરાકાળમાં પોતાના જીવને જોખમમાં મૂકી ફરજ બજાવતા આવા કોરોના વૉરિયર્સને સલામ.

આ પણ વાંચો :કોરોના કરતા કોરોનાનો ભય વધુ ઘાતક બન્યો, પોઝિટીવ થવાના ડરથી યુવકે કર્યો આપઘાત,

આ પણ વાંચો : આદિવાસી વિસ્તારમાં ફેલાયો કોરોના, ઓક્સિજન માટે લોકોને કરવું પડ્યું આ કામ

Untitled 46 કોરોના વોરિયર ગૌરવ ભાઈની ગૌરવ લેવા જેવી વાત તમે પણ જાણી લો, હૈયું હચમચી જશે