Not Set/ એસપી રેન્ક અધિકારીઓને નહિ પરંતુ, આઈજી અને ડીઆઈજી ને ગુજરાત સરકાર આપશે બઢતી

  ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીઓ પોતાની બદલીની ત્રણ મહિનાથી રાહ જોઈ રહી રહ્યા છે. એવામાં ડીસેમ્બર 2017 ની ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા થોડા જિલ્લાઓમાં એસપી રેન્કના અધિકારીઓની નિમણુક થઇ  હતી. આગામી એપ્રિલ મહિનામાં લોકસભાની સામાન્ય ચુંટણી આવી રહી હોવાના કારણે આઇપીએ અધિકારીઓની ફેરબદલી કરશે. ઉપરથી હવે 15 ઓગસ્ટ અને રથયાત્રા પણ આવી રહી છે, જે […]

Top Stories Gujarat
gujarat police એસપી રેન્ક અધિકારીઓને નહિ પરંતુ, આઈજી અને ડીઆઈજી ને ગુજરાત સરકાર આપશે બઢતી

 

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીઓ પોતાની બદલીની ત્રણ મહિનાથી રાહ જોઈ રહી રહ્યા છે.

એવામાં ડીસેમ્બર 2017 ની ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા થોડા જિલ્લાઓમાં એસપી રેન્કના અધિકારીઓની નિમણુક થઇ  હતી. આગામી એપ્રિલ મહિનામાં લોકસભાની સામાન્ય ચુંટણી આવી રહી હોવાના કારણે આઇપીએ અધિકારીઓની ફેરબદલી કરશે.

ઉપરથી હવે 15 ઓગસ્ટ અને રથયાત્રા પણ આવી રહી છે, જે માટે હવે બદલીઓની સંભાવના બને તેવી સંભાવના છે.2004 બેચના 6 આઈપીએસ અધિકારીઓમાંથી 4 અધિકારીઓને ડીઆઈજી તરીકે બઢતી મળી ચુકી છે.

એવામાં ગુજરાત સરકારે 1993 કેડર બેચના આઈજી અધિકારીઓને પણ બઢતી આપી છે, અને આ પ્રક્રિયા હજુ બીજા અધિકારીઓ માટે પણ થઇ શકે એવી શક્યાતા છે. આ ઉપરાંત 2000 બેચના ડીઆઈજી અધિકારીઓની આઈજી તરીકે બઢતી આપી શકે એમ છે.