Pakistan/ ઇમરાન ખાને ટ્વિટર પર પહેલી પત્ની સહિત દરેકને કર્યા અનફોલો, લોકોએ કહ્યું – નવાઝ શરીફની…

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી દરેકને અનફોલો કરી દીધા છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાની પહેલી પત્ની જેમિમા ગોલ્ડસ્મિથને પણ અનફોલો કર્યા છે.

Top Stories World
a 124 ઇમરાન ખાને ટ્વિટર પર પહેલી પત્ની સહિત દરેકને કર્યા અનફોલો, લોકોએ કહ્યું - નવાઝ શરીફની...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી દરેકને અનફોલો કરી દીધા છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાની પહેલી પત્ની જેમિમા ગોલ્ડસ્મિથને પણ અનફોલો કર્યા છે. ઇમરાને વર્ષ 2010 માં પોતાનું ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું.

એક અહેવાલ મુજબ, સોમવારે સાંજે, પાકિસ્તાનમાં ટ્વિટર વપરાશકર્તાઓને ખબર પડી કે ઇમરાન ખાને તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા પહેલી પત્ની, સાંસદો અને તેમની સાથે સંકળાયેલા દરેકને અનફોલો કર્યા છે. આ પછી, ઘણા વપરાશકર્તાઓએ તેમને ટ્રોલ કર્યા અને લખ્યું કે ખાન નવાઝ શરીફની ટ્વિટર ટાઇમલાઇન જોઈને આ નિર્ણય લીધો છે.

તેમને લાગ્યું કે નવાઝ કોઈને ફોલો નહિ કરતા. આવી સ્થિતિમાં, જો તેઓ કોઈને અનફોલો કરે છે, તો તેઓને ઓછી આંકવામાં આવશે. ત્યારબાદ તેમણે બધાને અનફોલો  કરવાનું પગલું ભર્યું. તે જ સમયે, એક વપરાશકર્તાએ તેમને ટ્રોલ કરીને ટ્વિટ કર્યું કે બાકીનું બધું સારું છે, પરંતુ ખાન સાહેબે તેની પત્નીને જ અનફોલો કરી દીધા છે.

https://twitter.com/sanahunzai/status/1335952484695638017?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1335952484695638017%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fworld%2Fafter-unfollowing-everyone-on-twitter-pakistans-pm-imran-khan-became-the-target-of-troll-again-125050

 ટ્વીટર પર યુઝર જે લોકોને ફોલો કરે છે, તે તેમની પોસ્ટ રીટ્વીટ અથવા લાઇક વગેરે દેખાય છે. જો કે જ્યારે વ્યક્તિન કોઇને પણ ફોલો નથી કરતું તો તેને ફીડમાં કાંઇ પણ દેખાતું નથી, માત્ર સજેશન્સ જોવા મળે છે. હાલમાં પાકિસ્તાની વડાપ્રધાનનાં 12.9 મિલિયન ફોલોઅર્સ છે અને અચાનક તમામને અફોલો કર્યા બાદ તેઓ જબરદસ્ત ટ્રોલ થઇ રહ્યા છે.

જ્યારે એક રાષ્ટ્રના પ્રમુખ અન્ય રાષ્ટ્રના પ્રમુખોને સોશિયલ મીડિયા પર અનફોલો કરે છે તો સમગ્ર વિશ્વમાં આ મુદ્દો સમાચાર બને છે. જો કે ઇમરાન ખાને તેનાથી આગળ વધીને તમામ લોકોને અનફોલો કરવાનો નિર્ણય લીધો હતો. જેના પરથી લાગી રહ્યું છે કે જરૂર કંઇક રંધાઇ રહ્યું છે અથવા તો ગોટાળો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…