Suicide/ સરાગામે દંપતીએ સજોડે ખાધો ગળેફાસો, આત્મહત્યાથી સમગ્ર પંથકમા ચકચાર

મૂળી તાલુકાના સરાગામે તા 3 ડિસેના રોજ પ્લોટ વિસ્તારમા રહેતા બળદેવભાઇ હિરજીભાઇ અને તેમની પત્ની હેમાબેનએ ધરમા અગઅય કારણોસર ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમા અરેરાટી ફેલાઇ છે.

Gujarat Others
a 57 સરાગામે દંપતીએ સજોડે ખાધો ગળેફાસો, આત્મહત્યાથી સમગ્ર પંથકમા ચકચાર

@સચીન પીઠવા,મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

મૂળી તાલુકાના સરાગામે તા 3 ડિસેના રોજ પ્લોટ વિસ્તારમા રહેતા બળદેવભાઇ હિરજીભાઇ અને તેમની પત્ની હેમાબેનએ ધરમા અગઅય કારણોસર ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમા અરેરાટી ફેલાઇ છે. બનાવ ની જાણ પોલીસ મથકે થતા પોલીસ ધટના સ્થળે પહોચી જઇ લાશનો કબ્જો લઇ મૂળી પી એમ માટે ખસડેલ હતી.

આ પણ વાંચો:કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ : રાજ્યમાં તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના

જાણવા મળતી વિગત મુજબ સરાગામે ખેતીવાડી સાથે ઇકો ગાડી ભાડા પેટે આપી ગુજરાન ચલાવતા બળદેવભાઇ હિરજીભાઇ વરમોરા (ઉ-40) ના લગ્ન પાચેક વર્ષ પહેલા હેમાબેન સાથે થયા હતા તેમને કોઇ સંતાન નહતુ બન્ને પ્લોટ વિસ્તારમા આવેલ મકાનમા રહેતા હતા તા 3 ડીસે ના રોજ સાંજના સમયે બળદેવભાઇનુ કામ હોવાથી તેમના મોટાભાઇ શાંતિ લાલ વરમોરા બળદેવના ઘરે ગયેલ બારણુ ખખડાવવા છતા બારણાનો દરવાજો લાબા સમય સુધી નહિ ખોલતા તેમને મોબાઇલ ફોન કરેલ પરંતુ મોબાઇલ ફોન પણ નહિ ઉપાડતા આજુબાજુ વાળાને પુછતા જાણવા મળ્યું હતું કે તેઓ  ઘરે જ હતા.

આ પણ વાંચો:કૃષિ યુનીવર્સીટીની જ્વલંત સફળતા, કેળાના થડમાંથી બનાવ્યું…

વારંવાર બારણુ નહિ ખુલતા વંડી ઠપીને અંદર જોતા બળદેવ ભાઇ અને તેની પત્ની ગળેફાસો ખાધેલ હાલતમા જોતા શાંતિભાઇએ કારમી ચીસ નાખતા આજુબાજુ રહેતા લોકો એકઠા  થઇ ગયા હતા. ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી લીધાના સમાચાર સમગ્ર ગામમા વાયુવેગે પ્રસરતા અરેરાટી ફેલાઇ ગયેલ હતી.

ધટનાની જાણ મૂળી પોલીસ મથકે થતા પી એસ આઇ ડી.જે.ઝાલા સરા ઓ.પી ના પો.હે.કો રોહિતભાઇ રાઠોડ સહિત પોલીસ કાફલો ધટના સ્થળે દોડી જઇ લાશનો કબ્જો લઇ પી એમ માટે મૂળી લઇ જવાયા હતા મૂળી પી એસ આઇ ડી.જે.ઝાલાએ જણાવ્યા મુજબ પટેલ દંપતિએ ગળેફાસો ખાઇ આત્મહત્યા કરેલ તેમની પાસેથી કોઇ સુસાઇટ નોટ કે કશુ મલ્યુ નથી વધુ તપાસ પોલીસ કરી રહી છે.

આ પણ વાંચો:ગોજારો અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો કમકમાટી ભર્યા મોત, બે ઇજાગ્રસ્ત

સજોડે ગળેફાસો ખાઇ જીંદગી નો અંત આણી લેતા નિ સંતાન દપંતિ ના મૃત્યુ નુ કારણ પણ અકબધ છે.  સમગ્ર પંથકમા યુવા દપંતિએ કરેલ આપધાત ની ધટના બાદ ચકચાર મચી જવા પામેલ હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…