Pavagadh news/ પાવાગઢ જૈન મંદિરો પરથી મૂર્તિ હટાવવાની બાબતમાં સુખદ સમાધાન

પાવાગઢ જૈન મંદિરો પરતી મૂર્તિ હટાવવાની બાબતમાં સુખદ સમાધાન આવ્યું છે. મંદિરના ટ્રસ્ટી મંડળે પોતાની ભૂલ સ્વીકારીને જૈન સમાજની માંગણીને સ્વીકારી લીધી હતી. તેની સાથે મૂર્તિઓનું છે તેના કરતાં પણ વધુ સારી રીતે તથા વિધિવત રીતે પુનઃ સ્થાપના કરવાનું વચન આપ્યું હતું.

Gujarat Top Stories Others Breaking News
Beginners guide to 61 1 પાવાગઢ જૈન મંદિરો પરથી મૂર્તિ હટાવવાની બાબતમાં સુખદ સમાધાન

Pavagadh News: પાવાગઢ જૈન મંદિરો પરતી મૂર્તિ હટાવવાની બાબતમાં સુખદ સમાધાન આવ્યું છે. મંદિરના ટ્રસ્ટી મંડળે પોતાની ભૂલ સ્વીકારીને જૈન સમાજની માંગણીને સ્વીકારી લીધી હતી. તેની સાથે મૂર્તિઓનું છે તેના કરતાં પણ વધુ સારી રીતે તથા વિધિવત રીતે પુનઃ સ્થાપના કરવાનું વચન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા તંત્રના વડા અને પોલીસ અધિકારી પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જૈન સમાજ, જૈન સાધુઓ અને મંદિરના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. ટ્રસ્ટી મંડળે બધી માંગો સ્વીકારી લેતા વિવાદનો સુખદ અંત આવી ગયો હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત પર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને બાજુએ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓના પાવાગઢ મંદિર ટ્રસ્ટે વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા જૈન સમાજમાં ભારે હોબાળો મચ્યો હતો. તેના પગલે જૈનો મોટી સંખ્યામાં પાવાગઢ પોલીસ સ્ટેશને પણ પહોંચી ગયા હતા. તેની સાથે રાજ્યના વિવિધ શહેરોમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો.

પાવાગઢ પોલીસ સ્ટેશને પહોંચેલા જૈન અગ્રણીઓએ તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી. જૈન અગ્રણીઓનું કહેવું છે કે મહાકાળી મંદિર ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીઓ અને અને વહીવટદારોનું આ ભયંકર કૃત્ય છે. મંદિરના વિકાસના નામે પાવાગઢમાં હજારો વર્ષ જૂની પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓને ખંડિત કરીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. તેઓએ આ કૃત્ય કરનારા સામે કાયદેસર પગલાં લેવાની માફ કરી હતી.

પાવાગઢ તીર્થ વિકાસ સમિતિના ટ્રસ્ટીઓનું કહેવું છે કે પાવાગઢ ડુંગર પર મંદિર તરફ જવા જૂના દાદરા છે. બંને બાજુના ગોખલામાં 22માં તીર્થંકર નેમિનાથ સહિત સાત મૂર્તિઓ હજારો વર્ષથી પ્રસ્થાપિત છે. જૈનો ત્યાં રોજ પૂજા માટે પણ જાય છે. 20 દિવસ પહેલાં જૂના દાદરાને તોડવાની કામગીરી શરૂ કરી હતી, ત્યારે પણ જૈનોએ કલેક્ટર અને એએસઆઇને નિવેદન આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ સંરક્ષિત સ્મારક છે. આમ છતાં અમારા આવેદનપત્રોની અવગણના કરીને મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GIDC અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલાઃ ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસની ‘ટ્રાફિક’ સામે કવાયત, રોંગ સાઈડ વાહન ચલાવતા બેસવું પડશે પોલીસ સ્ટેશન

આ પણ વાંચો: અમદાવાદમાં કાર ભાડે લઈ ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ