Not Set/ બનાસકાંઠામાં હેવાન પિતાએ કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ, પછી થયું આવું…

બનાસકાંઠામાં લોહીના સંબંધ ને શરમાવે તેવી ઘટના સામે આવી છે.એક પાલક પિતા 13 વર્ષીય કિશોરી સાથે સતત એકમાસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

Gujarat Others
rape minor બનાસકાંઠામાં હેવાન પિતાએ કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ, પછી થયું આવું...

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

બનાસકાંઠામાં લોહીના સંબંધ ને શરમાવે તેવી ઘટના સામે આવી છે.એક પાલક પિતા 13 વર્ષીય કિશોરી સાથે સતત એકમાસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.આ ઘટના બાદ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ છે.

અમદાવાદ સાબરમતી પાસે રહેતા અને હાલ પાલનપુર ના કરજોડા પાસે રહેતો નરેશ ઉર્ફ રાકેશ પ્રમોદ રાજપૂત એ પોતાની 13 વર્ષીય પાલક પુત્રી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે.ઘટના બાબતે 181 અભયમ ને કરજોડા ગામે મકાન માલિકે જાણ કરી હતી કે 13 વર્ષીય કિશોરી સાથે તેના પાલક પિતા દુષ્કર્મ કરે છે.

Accident: ભાવનગરના સિહોર નજીક મીની બસ અને બાઈક વચ્ચે અકસ્માત,દંપતીના કમકમાટીભર્યા મોત…

આ કિશોરી હેરાન થઈ રહી છે જે બાબતની જાણ થતા જ 181 ની ટીમ ઘટના સ્થળે પહોંચી 13 વર્ષીય કિશોરી ની પૂછપરછ કરતા તેને જણાવેલ કે મારી માતા સાત વર્ષ અગાઉ ભાગી જઈ નરેશ ઉર્ફે રાકેશ રાજપૂત સાથે રહેતી હતી અને મને પણ તેની સાથે રહેવા અને નરેશ ને પિતા કહેવાનું કહેતા હું પિતા તરીકે માની ને રહેતી હતી પરંતુ છેલ્લા બે માસથી મારી મમ્મી પાલનપુર આવેલા અને બાદમાં ક્યાંક જતી રહેતા હું બે માસથી મારા પિતા નરેશ સાથે રહેતી હતી પંરતુ એકમાસ અગાઉ નરેશ રાત્રી ના સમયે મારી પાસે આવેલ અને કહેલ કે તારી મમ્મી મને છોડી ને જતી રહેલ છે માટે તારે મારી પત્ની તરીકે રહેવું પડશે.

Accident: પોરબંદર વીરભાનુ ચોક પાસે અકસ્માત, ASI નું મોત, એક પોલીસકર્મી ગંભીર…

આમ કહી નરેશ મારી સાથે બળજબરીથી પૂર્વક દુષ્કર્મ કરી રહ્યો હતો આમ એકમાસ સુધી દુષ્કર્મ કરતા આખરે કિશોરી એ આ વાત મકાન માલિક ની પત્ની ને કહેતા તેઓ 181 અભયમ ને બોલાવી જેથી મારી સાથે બનેલ બનાવ ની સમગ્ર હકીકત જણાવેલ જેથી પાલનપુર તાલુકા પોલીસ ખુદ ફરિયાદી બની કિશોરી ના બયાન ના આધારે પાલક પિતા એવા નરેશ ઉર્ફે રાકેશ પ્રમોદ રાજપૂત સામે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બનાસકાંઠા માં એકપછી એક બનાવ શરમજનક બની રહ્યા છે એક તરફ સગી મામાની દીકરી 11 વર્ષીય મુકબધીર સાથે દુષ્કર્મ બાદ હત્યા કર્યાની ઘટના હજુ સમી નથી તો પાલનપુર માં પિતા સમાન મકાન માલિક એ 16 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના પણ હજુ સમી નથી ત્યાં વધુ એક શરમજનક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.