Crime/ બિહારમાં કાકીએ સગા ભત્રીજાની હત્યા કરતા સનસનાટી મચી

બિહારના દરભંગામાં સામાન્ય બાબતે ભત્રીજાની હત્યાના કિસ્સાએ સનસનાટી મચાવી છે. આ ઘટનામાં કાકીએ રસ્તા પર થૂંકવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા સગા ભત્રીજાની હત્યા કરી.

Top Stories India
YouTube Thumbnail 2023 10 26T125929.225 બિહારમાં કાકીએ સગા ભત્રીજાની હત્યા કરતા સનસનાટી મચી

બિહારના દરભંગામાં સામાન્ય બાબતે ભત્રીજાની હત્યાના કિસ્સાએ સનસનાટી મચાવી છે. આ ઘટનામાં કાકીએ રસ્તા પર થૂંકવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા સગા ભત્રીજાની હત્યા કરી. બહેરી પોલીસે આરોપી મહિલાની અટકાયત કરતા તપાસ હાથ ધરી છે. મરણ પામનાર યુવક વિજય મંડલનો પુત્ર છે અને તેની ઉંમર 18 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

દરભંગાની આ ઘટના વંદિહુલી ગામની છે. જ્યાં ઘરની બહારના રસ્તા પર થૂંકવા બાબતે કાકી અને ભત્રીજા વચ્ચે બોલાચાલી થઈ. અને કાકીએ ભત્રીજાને માથામં લોખંડના સળિયાથી માર માર્યો અને યુવક ગંભીર રીતે ઘાયલ થયો. અને મોડીરાતે ગંભીર ઇજાને પગલે તેનું અવસાન થયું.

પોલીસ ફરરિયાદ મુજબ ગઈકાલે રાત્રે મૃતકને તેની કાકી સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ પછી તેના કાકા જટાશંકર મંડલ અને કાકી વિભા દેવીએ રાહુલ પર લોખંડના સળિયાથી હુમલો કર્યો, જેના કારણે તેનું મોત થયું. એવું કહેવાય છે કે મૃતક રાહુલ ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે બહાર જતા તેણે કાકીના ઘર તરફના રસ્તા પર થૂંક્યું. રાહુલના થૂંકવા પર તેની કાકી વિભા દેવીએ તેને ટોકયો. બાદમાં બંને વચ્ચે ઉગ્ર ઝગડો થયો. બાદમાં કાકીએ યુવકના માથાના ભાગ પર લોખંડનો સળિયા વડે માર માર્યો. માથામાં ઇજા થતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. રાત્રે બનેલ આ ઘટનામાં રાહુલ બેભાન થતા તેને તરત જ બહેડી બજારમાં ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલ માટે સારવાર કરવા જતી વખતે રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

સ્થાનિકોએ આ ઘટનાની જાણ કરતા તુરત બહેડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી કાકી વિભા દેવીને કસ્ટડીમાં લીધી. જ્યારે રાહુલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે DMCH મોકલવામાં આવ્યો હતો. રાહુલ વિજય મંડલના ત્રણ સંતાનમાં સૌથી મોટો હતો. યુવાન અને મોટા પુત્રનું મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થયો. મૃતકની માતા નીલમ દેવી, દાદા રામ વિનોદ મંડલ, દાદી પ્રિતમ દેવી અને ભાઈ-બહેનની હાલત ખૂબ ખરાબ હતી.


whatsapp ad White Font big size 2 4 બિહારમાં કાકીએ સગા ભત્રીજાની હત્યા કરતા સનસનાટી મચી


આ પણ વાંચો : પડતર પ્રશ્નોને લઈ એસટીના કર્મચારી આંદોલનના માર્ગે

આ પણ વાંચો : US Dream/ અમેરિકા આગામી વર્ષથી EB-2 અને EB-3 વિઝામાં નવી અરજી બંધ કરશે

આ પણ વાંચો : Karnataka/ ટાટા સુમો હાઈવે પર ઉભેલા ટેન્કરને જોરદાર ટક્કર મારી, 12ના ઘટનાસ્થળે જ મોત