આપઘાત/ દેવભૂમિ દ્વારકામાં મહિલા પોલીસ કર્મચારીએ કર્યો આપઘાત, થોડા સમય પહેલા કર્યા પ્રેમલગ્ન

જામખંભાળિયા ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામેના ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી છે.

Gujarat Others
મહિલા પોલીસ કર્મચારીએ
  • મહિલા પોલીસ કર્મચારીએ કર્યો આપઘાત
  • જામખંભાળિયાના સરકારી ક્વાર્ટરમાં કર્યો આપઘાત
  • પોલીસ બેડામાં શોકનો માહોલ
  • પોલીસ કર્મચારીએ થોડા સમય પહેલા પ્રેમ લગ્ન કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. જામખંભાળિયા ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામેના ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી છે. મૂળ ખેડાના વતની મહિલા પોલીસ કર્મચારી મીરાબેન ચાવડાએ થોડા સમય પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા.મહિલા પોલીસ કર્મીના આપઘાતને કારણે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. વધુ તપાસ માટે જિલ્લા પોલીસ વડા સુનીલ જોષી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :ચુડા તાલુકાના કોરડા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું

આ પણ વાંચો :લીંબડીના મોટાટીંબલા ગામે આવારા તત્ત્વોએ 50 વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું

આ પણ વાંચો : ગાંધીનગર પોલીસની મોટી કાર્યવાહી, બંધક બનાવેલા 15 લોકોને છોડાવ્યા, વિદેશ મોકલવાની લાલચે બન્યા

આ પણ વાંચો :108ની જેમ પશુઓ માટે 1962 એમ્બ્યુલન્સ સેવા