Video/ દેવભુમિ દ્રારકામાં ભક્તોને જ આખલાઓએ લીધા અડફેટે, જુઓ આ વીડિયો

દેવભુમિ દ્રારકામાં આખલાઓનો આતંક સામે આવ્યો છે.ધ્વજા ચઢાવવાના સમયે બે આખલા બાખડયા હતા.ભીડ વચ્ચે જ આખલા બાખડતા લોકોમાં નાસભાગ થઈ હતી.

Top Stories Gujarat Others
આખલા

જાહેરમાં જાહેર રસ્તા પર રખડતા ઢોરનો આતંક ક્યારેક એટલો વધી જાય છે કે જેનાથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે. આવુ જ કંઇ બન્યુ હતુ. દેવભુમિ દ્રારકામાં આખલાઓનો આતંક સામે આવ્યો છે.ધ્વજા ચઢાવવાના સમયે બે આખલા બાખડયા હતા.ભીડ વચ્ચે જ આખલા બાખડતા લોકોમાં નાસભાગ થઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.  એટલુ જ નહીં યુદ્ધે ચઢેલા આ આખલાએ અનેક લોકોને અડફેટે લીધા હતા. આખલાઓને યુદ્ધે ચઢેલા જોઇને લોકોમાં નાસભાગ પણ મચી ગઇ હતી.

આપને જણાવી દઈએ કે, યાત્રાધામ દ્વારકામાં આખલા યુદ્ધનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, દ્વારકાધીશ મંદિર પર ધજા ચડાવા આવેલ રબારી સમાજના લોકોને બે આખલાઓએ બાનમાં લીધા હતા. ઈસ્કોન મંદિર પહોંચતા જ કકરાસકુંડ પાસે બે આખલાનું યુદ્ધ જામતા ફુલેકામાં દોડધામ મચી ગઈ હતી. ફુલેકામાં આવેલા લોકોએ બચવા માટે દોડાદોડી કરી હતી. છતાં અનેક લોકોને આખલાએ ઝપેટમાં લઈ લીધા હતા. લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.

મહત્વનું છે કે દ્વારકા દેશનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં દરરોજ હજારો લોકો આવતા હોય છે. તેમ છતાં તંત્ર તરફથી સુરક્ષાનું ધ્યાન રાખવામાં ન આવતું હોય તેમ લાગી રહ્યું છે. જો આવી જ રીતે આખલાઓ બાખડતા હોય તો યાત્રાળુઓની સુરક્ષાનું શું? તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો:IIM અમદાવાદે ફેસ રેકગ્નિશન ટૂલ બનાવ્યું છે દાતાઓ જોઈ શકશે કે તેમની ગાયોની કેવી રીતે કાળજી લેવામાં

આ પણ વાંચો:હત્યાનો ભેદ ઉકેલાયો, ધડ મળ્યાના 5 દિવસ બાદ કપાયેલા પગ મળ્યા, પિતા જ પુત્રનો હત્યારો નીકળ્યો

આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસમાં પડી શકે છે મોટું ભંગાણ, ક્રોસ વોટિંગ બાદ પાર્ટીમાં ભયનો માહોલ

આ પણ વાંચો:અમદાવાદમાં ભારે વરસાદના લીધે ઐતિહાસિક રાયખડ દરવાજાના પગથિયાં તૂટ્યા