ગુજરાત/ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સોમનાથના સાનિધ્યમાં કરાઇ

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સોમનાથમાં સાનિધ્યમાં  કરાઇ  હતી. જેમાં 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

Top Stories Gujarat
Untitled 77 3 ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સોમનાથના સાનિધ્યમાં કરાઇ

    રાજયમાં  એક તરફ કોરોના  કેસ સતત વધતાં જોવા મળી  રહયા  છે ત્યારે  સમગ્ર  રાજયમાં  આજે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં  આવી હતી.  જેમાં  અનેક  જિલ્લામાં    ઉજવણી કરવામાં  આવી હતી . ત્યારે રાજ્યકક્ષાનો આ વર્ષનો કાર્યક્રમનું આયોજન ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં  કરવામાં આવ્યો હતો.જેમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પગલે ધ્વજવંદન સહિતનો કાર્યક્રમ માત્ર 25 મિનિટમાં પૂર્ણ કરવામાં  આવી હતી.

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સોમનાથમાં સાનિધ્યમાં  કરાઇ  હતી. જેમાં 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું . મહત્વનુ છે કે કોરોનાના કારણે સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેસદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું  હતું. તેમજ હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી.

આ  પણ વાંચો:સુરેન્દ્રનગર /  પાટડી નગરને પ્રજાસત્તાક દિન નિમિત્તે રંગબેરંગી લાઇટોથી અનોખો શણગાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. જેમાં કોસ્ટ ગાર્ડ, આર.એ.એફ. વસ્ત્રાલ, મરીન કમાન્ડો જામનગર, જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, ગુજરાત જેલ પોલીસ, પોરબંદર જિલ્લા પોલીસ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ , ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, જિલ્લા હોમગાર્ડ પ્લાટુન, વિદ્યાર્થીઓની એન.એસ.એસ. પ્લાટુન, ગુજરાત શ્વાન દળ, ગુજરાત અશ્વ દળ એસ.આર.પી. પાઈપ બેન્ડની પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.

દેશભરમાં થશે 73માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાશે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજવંદન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહેશે. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ 10.30 કલાકે શરૂ થશે. કોરોનાના કારણે પહેલીવાર પરેડ મોડી નીકળશે. જેમા ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ઝાંખીનું પ્રદર્શન લાલ કિલ્લા સુધી જશે. દેશની આધ્યાત્મિક અને પર્યટન શક્તિ પ્રદર્શિત કરાશે.

આ પણ વાંચો:રેવ પાર્ટી /  ગુજરાતના CID ક્રાઇમના PI રાજસ્થાનમાં રેવ પાર્ટીમાંથી ઝડપાયા,જાણો સમગ્ર વિગત