Election/ જામનગરમાં ભાજપે ફરી નવી સુધારા સાથેની યાદી કરી જાહેર, જાણો શું બદલાવ આવ્યા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા અમદાવાદ સિવાયનાં તમામ મહાનગરોના મુરતીયાઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે અને અમદાવાદની યાદી પણ સાંજ સુધીમાં જાહેર

Top Stories Gujarat Others
bjp1 જામનગરમાં ભાજપે ફરી નવી સુધારા સાથેની યાદી કરી જાહેર, જાણો શું બદલાવ આવ્યા...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા અમદાવાદ સિવાયનાં તમામ મહાનગરોના મુરતીયાઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે અને અમદાવાદની યાદી પણ સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવે તેવી પુરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જે 3 મહત્વનાં નિર્ણયો જાહેર કરવામાં આવ્યા હતા, તેને મધ્યમા રાખી તમામ મહાનગરોમાં ટિકિટોની વહેંચણી કરવામાં આવી હોવાનું ઉડીને આંખે વળગી રહ્યું છે અને અનેક મોટા માથાઓ કપાયા હોવાનું પણ સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીનાં કારણે અનેક નેેતાઓ નારાજ પણ હોવાનું અંદરખાને સામે આવી રહ્યું છે.

પરંતુ જામનગરમાં નારાજગી ઉપરની સપાટીએ તુરંતમાં તરીત થઇ હોઇ તેવા પ્રકારે જામનગર મહાનગરપાલિકાની જાહેર કરવામાં આવેલી યાદીમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. જામનગર મનપાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે નવી યાદી જાહેર કરી છે તેમાં અગાઉની યાદીમાં એક ઉમેદવારનું નામ કપાયું હતુ, તે આશિષ કંટારીયાની જગ્યાએ સુભાષ જોશીનું નામ ઉમેરાયું છે. સાથે સાથે અન્ય ત્રણ ઉમેદવારના નામ સુધારવામાં આવ્યા છે.

બીલકુલ જામનગરની યાદીમાં ફેરફાર કરી ભાજપે કેટલાક પરિવર્તન કર્યા છે અને યાદીમાં થયેલી ભૂલ ભાજપે સુધારી છે. બે ઉમેદવારોના નામની સરનેમ ખોટી હતી અને એક ઉમેદવારનું નામ ખોટું ઉમેરાયુ હતું તે સુધારી સુધારેલી યાદી ફરી વખત ભાજપ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, વોર્ડ નં 3 પના અનડકટના બદલે પના કંટારીયા કરાયું હતુ. વોર્ડ નં 3 આશિષ કંટારીયાના બદલે સુભાષ જોશીને ટિકિટ આપી હોવાનું દર્શાવાયું હતું. અને વોર્ડ નં 9 માં ધર્મિના બારડના બદલે ધર્મિના સોઢા કરાયું હતું. પ્રથમ યાદી જાહેર થતા જ પ્રમુખે સવાલ ઉઠાવ્યા હતા અને જામનગર પ્રમુખનાં સવાલનાં પગલે યાદીમાં સુધારો કરી સુધારા સાથે નવી યાદી જાહેર કરી દેવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…