Not Set/ ખેડા/ ઠાસરામાં સગીરા પર સગા કાકા એ જ દુષ્કર્મ ગુજારતા ચકચાર

સગીરા પર સગા કાકાએ આચર્યુ દુષ્કર્મ 10 વર્ષની સગીરતા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યો સગીરાએ માતાને કરી જાણ સગીરના માતા પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી પોલીસે આરોપી કાકાની કરી ધડપકડ મેડિકલ ચેકઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રાજ્યભરમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટના વધતી જાય છે. ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં એક સગીરા પર તેના જ સગા […]

Gujarat Others
LEGAL.MARITALRAPE.www .goastreets.com e1570965244788 ખેડા/ ઠાસરામાં સગીરા પર સગા કાકા એ જ દુષ્કર્મ ગુજારતા ચકચાર

સગીરા પર સગા કાકાએ આચર્યુ દુષ્કર્મ

10 વર્ષની સગીરતા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યો

સગીરાએ માતાને કરી જાણ

સગીરના માતા પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી

પોલીસે આરોપી કાકાની કરી ધડપકડ

મેડિકલ ચેકઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજ્યભરમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટના વધતી જાય છે. ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં એક સગીરા પર તેના જ સગા કાકા એ દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. એકલતાનો લાભ લઈને 10 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ અંગે સગીરાએ માતાને જાણ કરી હતી. જેને લઈને સગીરના માતા પિતાએ દુષ્કર્મ આચરનાર સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી કાકાની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા જિલ્લામાં એક પછી  એક સગીરાઓ ઉપર દુષ્કર્મની ફરિયાદો વધવા પામી છે.  ત્યારે ઠાસરાના ભગવાનજીના મુવાડામાં એક સગીરા ઉપર તેના જ સગા કાકા એ દુષ્કર્મ ગુજારતા ચકચારમચી જવા પામી છે ઘટના ને પગલે ડાકોર પોલીસે કાકા ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે

હજુ તો, ખેડા જિલ્લામાં બે સગીરા કુંવારી માતાએ બાળકોને જન્મ આપવાની ચકચારી ઘટના ની ફરિયાદની શાહી સુકાઈ નથી,  ત્યારે ઠાસરા તાલુકાના ભગવાનજીના મુવાડાના દીપાપુરા માં રહેતી એક 10 વર્ષની સગીરાને તેના જ કાકાએ વારંવાર દુષ્કર્મ ગુજારતા ડાકોર પોલીસ મથકે ફરિયાદ કરતા ડાકોર પોલીસે આરોપી કાકાની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવી કાદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

ઠાસરાના ભગવાનજી મુવાડાના દીપાપુરામાં રહેતી એક દસ વર્ષની સગીરાને તેના જ કાકા ઇશ્વરસિંહ અનૌપસિંહ ચાવડાએ તેની એકલતા નોં લાભ લઈ ચાર થી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.  આ અંગે સગીરાએ પોતાની માતાને જાણ કરતા માતા એ સગીરાના પિતા ને જાણ કરી હતી.  જે બાદ પિતા એ ઇશ્વરસિંહ ચાવડા વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ કરી હતી ડાકોર પોલીસે ફરિયાદ ને આધારે આરોપી કાકાની ગણતરી ના કલાકોમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.