Not Set/ મુંબઇમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ઉધોગપતિઓ સાથે વન ટુ વન બેઠક શરૂ કરી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના સંદર્ભમાં ગુરુવાર તા. ર ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શૉ યોજશે.

Top Stories Gujarat
CM મુંબઇમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ઉધોગપતિઓ સાથે વન ટુ વન બેઠક શરૂ કરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના રોડ શો અન્વયે મુંબઇની મુલાકાતે છે ,આજે મુખ્યમંત્રીએ અગ્રણી ઉધોગપતિઓ સાથે વન ટુ વન બેઠકથી દિવસનો આરંભ કર્યો હતો ,આ બેઠકમાં ગુજરાતમાં રોકોણ થાય અને રાજ્યમાં વધુ પ્રોજેકટ આવે તેની ચર્ચા કરવામાં  આવી હતી, પ્રાપ્ત માહિતી અનુસાર અગ્રણી ઉધોગપતિ ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરને મળ્યા હતા અને અમદાવાદ પાસે આવેલા સાણંદના પ્લાન્ટમાં રોકાણ અંગે ટાટા ચેરમેને  માહિતી આપી હતી.ટાટ ચેરમેને વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હોટલમાં રોકાણ કરવાની વાત પણ કરી હતી ,આ ઉપરાંત આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટમાં એકસ્પાનશન માટે ની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના સંદર્ભમાં ગુરુવાર તા. ર ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શૉ યોજશે. 
શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે સવારે મુંબઇની તાજમહાલ પેલેસ હોટેલમાં યોજાનારા રોડ-શો પૂર્વે બિઝનેસ લીડર્સ, અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન-ટૂ-વન બેઠક યોજવાના છે.
 મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ સવારે ૧૧ કલાકે યોજાનારા રોડ-શૉમાં વાઈબ્રન્ટ સમિટ-ર૦રરની વિશેષતાઓ પ્રસ્તુત કરશે. 
મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 
મુખ્યમંત્રીશ્રી સાથે નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્ર્વકર્મા, મુખ્યમંત્રી
શ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તેમજ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ, સચિવશ્રીઓ પણ જોડાવાના છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ  વાઈબ્રન્ટ સમિટ -૨૦૨૨ સંદર્ભે તા. ૮,૯ ડિસેમ્બરે દુબઇનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતના પેવેલિયન, એપેક્સ શો – ૨૦૨૧ તથા અબુધાબી ખાતે બાપ્સ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેશે.