nadiad/ નડિયાદમાં રખડતા શ્વાનના આતંકથી નાગરિકો ત્રાહિમામ, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

નડિયાદમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. શ્વાનના આતંકથી નાગરિકો ત્રાહિમામ થયા છે. શહેરમાં શ્વાનના આતંકનો અનેક લોકો ભોગ બનતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 15T151354.820 નડિયાદમાં રખડતા શ્વાનના આતંકથી નાગરિકો ત્રાહિમામ, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

નડિયાદમાં રખડતા શ્વાનના આતંક વધ્યો છે. શ્વાનના આતંકથી નાગરિકો ત્રાહિમામ થયા છે. શહેરમાં શ્વાનના આતંકનો અનેક લોકો ભોગ બનતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સિવિલમાં સામે આવેલ કેસમાં 37થી વધુ દર્દીઓ શ્વાનના આતંકનો ભોગ બન્યા છે. શહેરમાં શ્વાનના આતંકની ઘટનાઓ વધતા લોકો ભયભીત થઈ ગયા છે અને તંત્રને આકરા પગલા લેવા રજૂઆતો કરી છે.

નોંધનીય છે કે નડિયાદ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં શ્વાનના આતંકથી અનેક નિર્દોષ માસૂમને ઇજા પંહોચી હોવાના કિસ્સા છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં જોવા મળે છે. થોડા સમય પહેલા જ શ્વાને એક નિર્દોષ બાળકીને બચકાં ભરી લેતા નિર્દોષ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. અન્ય એક કિસ્સામાં ઘર બહાર રમતી બાળકીને રખડતા કૂતરાંઓ ખેંચી ગયા હતા પરંતુ કેટલાક લોકોના પ્રયાસના અંતે બાળકને બચાવી લેવામાં આવ્યો. બાળક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. શ્વાન અને રખડતા ઢોરનો આતંક આજે એક વધુ મોટી સમસ્યા બની છે. જો આ રીતે રખડતા ઢોરનો આંતક વધશે તો લોકો રસ્તે રખડતા પશુની દયા ખાવાના બદલે તેને હડધૂત કરતા જ જોવા મળશે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવા જરૂરી છે જેથી સ્થાનિકોમાં રહેલ ડર દૂર થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:bs yeddyurappa/ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા સામે જાતીય સતામણી મામલે Pocso હેઠળ નોંધાઈ FIR

આ પણ વાંચો:Crude Oil Price/પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ

આ પણ વાંચો: Ahmedabad Crime News/સાયબર ક્રિમિનલ કિડનેપિંગ અને ખંડણી માટે AIનો કરી રહ્યા છે ઉપયોગ