Farmers/ રાજ્ય સરકાર તુવેર, ચણા અને રાયડાની રૂપિયા 1700 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરશે

મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે ૧૪૦ ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે ૧૮૭ ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે ૧૧૦ ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ ૪૩૭ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

Gujarat
Beginners guide to 2024 03 15T150125.521 રાજ્ય સરકાર તુવેર, ચણા અને રાયડાની રૂપિયા 1700 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરશે

Gujarat News: ખેડૂતોને પોષણક્ષમ ભાવો દ્વારા પ્રોત્સાહન આપવુ એ જ અમારો નિર્ધાર

ગુજરાતમાં તા. ૧૮મી માર્ચથી આગામી ૯૦ દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

¤ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૧૭૩૪ કરોડની કિંમતની ૨.૪૫ લાખ મે. ટન તુવેરની ખરીદી કરાશે

¤ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૭૬૫ કરોડની કિંમતના ૩.૨૪ લાખ મે. ટન ચણા અને રૂ. ૮૫૩ કરોડની કિંમતના ૧.૫૧ લાખ મે. ટન જેટલા રાયડાની પણ ખરીદી કરાશે

¤ રાજ્યના અંદાજીત સવા ત્રણ લાખ ખેડૂતોને આ ખરીદીનો મળશે લાભ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. ૧૮મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ થશે, જે આગામી ૯૦ દિવસ એટલે કે, ૧૫મી જૂન સુધી ચાલુ રહેશે.જેનો લાભ અંદાજે ૩.૨૦ લાખ ખેડૂતોને થશે.

મંત્રી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૧૭૩૪ કરોડની કિંમતની ૨,૪૫,૭૧૦ મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. ૧૭૬૫ કરોડની કિંમતના ૩,૨૪,૫૩૦ મે. ટન ચણા અને રૂ. ૮૫૩ કરોડની કિંમતના ૧,૫૦,૯૦૫ મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે ૧૪૦ ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે ૧૮૭ ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે ૧૧૦ ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ ૪૩૭ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. ૭૦૦૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૪૦૦ પ્રતિ મણ), ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૦૮૮ પ્રતિ મણ) અને રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. (રૂ. ૧૧૩૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું

આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો

આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે