Suicide/ પાલનપુરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપધાત

બનાસકાંઠાના પાલનપુરમાં એક પરિણીત મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Others
a 63 પાલનપુરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપધાત

રાજ્યમાં કોરોના વાયરસ ફેલાયા બાદ લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જે બાદ વેપાર, ધંધા ઠપ થઇ ગયા છે. જેને પગલે લોકો તણાવમાં આવીને મોતને વહાલું કરી રહ્યા છે, વેપાર, ધંધા ઠપ થતા માનસિક તણાવમાં આવી લોકો આત્મહત્યા જેવું અંતિમ  પગલું ભરી રહ્યા છે. તો કેટલાંક વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી રહ્યા છે. આવામાં વધુ એક આપઘાતની ઘટના બનાસકાંઠાના પાલનપુરથી સામે આવી છે, જ્યાં એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના પાલનપુરમાં એક પરિણીત મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદના પાયલોટ સાકેત કપૂરનું સિડની પ્લેન ક્રેશમાં મોત

આ ઘટનામાં ક્રિષ્ના બળદેવભાઈ પંડ્યા નામની 22 વર્ષીય પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં જ સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા જ તેમના પતિ સહિત આજુબાજુના લોકો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. જે અંગેની ફરિયાદ મૃતક મહિલાના પતિ બળદેવભાઈ પંડ્યાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે નોંધાવી હતી. મહિલાના મોતનું કારણ ચોક્કસ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં પર્યાવરણવિદોએ ફટાકડા પર પ્રતિબંધ મુકવાની આપી સલાહ