ગુજરાત/ રાજકોટમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કાલથી કોરોના સામેની વેક્સીન આપવાનો થશે પ્રારંભ

વિશેષમાં આ વેક્સીનેશનમાં કુલ ૩૫૦થી વધુ શાળાઓ / કોલેજ / ITI કોલેજના બાળકોને કુલ ૪૦૦ મેડીકલ ટિમ દ્વારા વેક્સીન આપવામાં આવશે.

Gujarat Rajkot
Untitled 6 રાજકોટમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કાલથી કોરોના સામેની વેક્સીન આપવાનો થશે પ્રારંભ

રાજયમાં આગામી 3 જાન્યુઆરીથી તમામ સ્કૂલોમાં 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં  આવશે છે ત્યારે તમામ સ્કૂલોમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેવી રીતે આરોગ્ય વિભાગની ટીમ શાળાઓમાં જઈને 15થી18 વર્ષની વયના વિદ્યાર્થીઓને કેવી રીતે વેકસીન આપશે, શાળાઓમાં કેટલા રૂમ વેક્સિનેશન માટે ફાળવાયા, શું શું પ્રક્રિયા હાથ ધરાશે તે વિગતો પણ જાણવી જરૂરી છે. કોરોનાના  કેસ ધીરે ધીરે વધી રહ્યા છે અને હવે તો કોરોનાના સંક્રમણથી શાળાના વિદ્યાર્થીઓ પણ બાકાત રહ્યા નથી.

કોરોનાનું સંક્રમણ વધે તે પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા 15થી 18 વયના બાળકો માટે વેક્સિનની જાહેરાત કરાઈ છે. આગામી સમયમાં ધોરણ10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ પણ આવી રહી છે જેથી સંક્રમણ વધે તે પહેલાં બાળકોને વેક્સિનથી સુરીક્ષિત કરવાનો સરકારનો નિર્ણય આવકાર દાયક છે. કોરોના સામે લડવા માટે ફક્ત વેક્સિનેશસન જ હથિયાર છે ત્યારે આગામી સોમવારથી રાજ્યની તમામ શાળાઓમાં 15 વર્ષથી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે.

આ  પણ  વાંચો:TELLYWOOD NEWS / લોકપ્રિય શો અનુપમામાં જાણો કેવો રીતે મળ્યો રૂપાલી ગાંગુલીને અનુપમાનો મુખ્ય રોલ

ત્યારે મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપુષ્કરભાઈ પટેલ. મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયાએ કરેલી જાહેરાત અનુસારરાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૦૩-૦૧-૨૦૨૨ના રોજથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાનો પ્રારંભ કરવામાં\આવશે છે. જે તે પહેલા જન્મેલા બાળકોને આ વેક્સીનેશનમાં આવરી લેવામાં આવશે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપુષ્કરભાઈ પટેલ. મ્યુનિ. કમિશનરઅમિત અરોરા અને આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વેક્સીનેસનમાં કુલ આશરે ૮૦૦૦૦ જેટલા બાળકોને રસી આપવામાં આવશે. વેક્સીન લેવા આવનાર બાળકોનું સ્થળ ઉપર જ (ઓન ધ સ્પોટ) રજીસ્ટ્રેશન કરવામાં આવશે. બાળકોએ રસી લેવા માટે આધાર કાર્ડ / સ્કુલનું આઈ-કાર્ડ રજુ કરવાનું રહેશે, ઉપરાંત બાળકે પોતાનો અથવા માતા-પિતાનો મોબાઈલ ફોન નંબર આપવાનો રહેશે.

વિશેષમાં આ વેક્સીનેશનમાં કુલ ૩૫૦થી વધુ શાળાઓ / કોલેજ / ITI કોલેજના બાળકોને કુલ ૪૦૦ મેડીકલ ટિમ દ્વારા વેક્સીન આપવામાં આવશે.

આ પણ  વાંચો:ricks / સારી માવજત સાથે ઓછી જગ્યામાં ઉગાડી શકાય છે અનેક જાતની ઔષધિઓ…જાણો..