Sabarkantha News/ સાબરકાંઠા અને ખેડામાં દારૂના જથ્થા સાથે 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

પોલીસે એક આરોપીની કરી ધરપકડ આઠ શખ્સો ફરાર

Top Stories Gujarat
Beginners guide to 2024 06 24T180035.792 સાબરકાંઠા અને ખેડામાં દારૂના જથ્થા સાથે 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

Gujarat News : સાબરકાંઠા અને ખેડામાં દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ 13 લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે ક શખ્સની ધરપકડ કરીને આઠ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં પોલીસે માહિતીને આધારે હિંમતનગર ઈડર હાઈવે પર હિંગળાજ માતા મંદિર પાસે દારૂનો જથ્થો લઈને જઈ રહેલા કાર અટકાવી હતી. પોલીસે કારમાંથી રૂ.2,61,688નો દારૂ તથા કાર મળીને કુલ રૂ. 6,61,688 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં નિશાન કાર કબજે કરી હતી. જ્યારે ચાર આરોપી ફરાર થઈ ગયા હતા.

અન્ય બનાવમાં ખેડામાં અમદાવાદ હાઈવે પર લસુંદરા ગામ પાસેથી કારમાંથી રૂ.1,87,600નો દારૂ તથા કાર મળીને રૂ.6,92,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CNGના ગેસના ભાવમાં વધારો

આ પણ વાંચો: ભારતનું NBFC સેક્ટર બન્યું વિશ્વનું ત્રીજું સૌથી મોટું સેક્ટર

આ પણ વાંચો: છેલ્લા 5 વર્ષમાં ચીનથી જથ્થાબંધ દવાઓની આયાતમાં વધારો