Not Set/ સુરતમાં કાયદાનાં રક્ષકોએ જ પોતે કાયદાની ધજીયા ઉડાવી

કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે પોલીસ જ પોતે કાયદા અને નિયમનાં ધજાગરા ઉડાવી રહી છે. સુરત શહેરમાં જાણે નેતા અને પોલીસને કોઈ જ કાયદો ન લાગુ પડતો હોય તેવો ઘાટ સામે આવ્યો છે.

Top Stories Gujarat Surat
1 13 સુરતમાં કાયદાનાં રક્ષકોએ જ પોતે કાયદાની ધજીયા ઉડાવી

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે પોલીસ જ પોતે કાયદા અને નિયમનાં ધજાગરા ઉડાવી રહી છે. સુરત શહેરમાં જાણે નેતા અને પોલીસને કોઈ જ કાયદો ન લાગુ પડતો હોય તેવો ઘાટ સામે આવ્યો છે. સુરતમાં એક પી.આઈ. ની ઇકો સેલમાં બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.પરંતુ આ વિદાય સમારોહ કફર્યુંનાં સમયમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમનાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

1 15 સુરતમાં કાયદાનાં રક્ષકોએ જ પોતે કાયદાની ધજીયા ઉડાવી

તાઉતે વાવાઝોડા: ઉનાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજકોટની આ સંસ્થાનો સેવાયજ્ઞ

કાયદાનાં રક્ષકોએ જ કાયદાની ધજીયા ઉડાવી

સુરતનાં સિંગણપોર પોલીસ મથકનાં પી.આઇ.એ.પી. સલૈયાની બદલી ઇકો સેલમાં કરવામાં આવી છે. પી.આઈ. સલૈયા અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે. અને હવે તેઓની બદલી થતા ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. પી.આઇ. ની બદલી થતા સિંગણપોરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય બ્રાન્ચનાં પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે કફર્યુંનાં સમયમાં આ વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. અને ચારેતરફ આ ઘટનાને લઈને પોલીસની ટીકા થઈ રહી છે. એક પીઆઈ કક્ષાનાં અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિનાં સમય દરમિયાન કર્ફયૂ હોવા છતાં આ પ્રકારનાં કાર્યક્રમનું આયોજન ન કરી શકાય. માત્ર એટલું જ નહીં, કોઈપણ પ્રકારનાં સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર પોલીસ કર્મચારીઓ સાથે સ્વાદીષ્ટ વ્યંજનોની મિજબાની માણી હતી.

1 14 સુરતમાં કાયદાનાં રક્ષકોએ જ પોતે કાયદાની ધજીયા ઉડાવી

અથડામણ: આણંદના ગોપાલપુર ગામે બે કોમના ટોળા વચ્ચે અથડામણ બે લોકો ઘાયલ

શું પોલીસ કમિશ્નર કોઈ પગલા ભરશે કે કેમ ?

મહત્વની વાત છે કે, સુરતમાં 8 વાગ્યા બાદ કફર્યું લાગી જાય છે અને કફર્યું કે માસ્ક વગર કોઈ વ્યક્તિ બહાર ફરતું દેખાય તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરે છે. પરંતુ જો પોલીસ જ કાયદાને નેવે મૂકી નિયમનાં ધજાગરા ઉડાવે તો તેઓની સામે શું કોઈ કાર્યવાહી થશે ખરી તે પણ એક મોટો સવાલ છે. આ મામલે સુરત પોલીસ કમિશનર કોઈ પગલાં ભરી નિયમ બધા માટે સરખા છે તેવો દાખલો બેસાડશે કે કેમ તે જોવું રહ્યું.

kalmukho str 24 સુરતમાં કાયદાનાં રક્ષકોએ જ પોતે કાયદાની ધજીયા ઉડાવી