IND vs SA/ દ.આફ્રિકા સામેની પ્રથમ મેચ વિવાદમાં, મયંકનાં આઉટ આપવાના નિર્ણય પર ફેન્સ બગડ્યા

મયંકનાં આઉટ થવાના નિર્ણયને લઇને હવે ફેન્સમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. મયંક 123 બોલમાં 60 રન બનાવીને લુંગી એન્ગિડીની બોલ પર LBW આઉટ થયો હતો.

Sports
મયંક અગ્રવાલ આઉટ વિવાદ

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટનાં પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતે બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ સ્ટમ્પ સુધી ત્રણ વિકેટે 272 રન બનાવ્યા હતા, જેમાં કેએલ રાહુલ 122 રન બનાવીને રમી રહ્યો છે. તેના ઓપનિંગ પાર્ટનર મયંક અગ્રવાલે 60 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે અજિંક્ય રહાણેએ 40 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – IND vs SA / ઓપનિંગ જોડીનાં દમ પર ટીમ ઈન્ડિયાની રેકોર્ડ શરૂઆત, રાહુલે ફટકારી ધમાકેદાર Century

આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાનાં ઓપનર મયંક અગ્રવાલે સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટનાં પહેલા દિવસે 60 રનની શાનદાર ઈનિંગ રમી હતી, મયંકની આ ઇનિંગ હજુ આગળ વધી શકી હોત જો તે જે રીતે આઉટ આપવામાં આવ્યો તેવુ ન થયુ હોત તો. જી હા, મયંકનાં આઉટ થવાના નિર્ણયને લઇને હવે ફેન્સમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. મયંક 123 બોલમાં 60 રન બનાવીને લુંગી એન્ગિડીની બોલ પર LBW આઉટ થયો હતો, તેને મેદાન પરનાં એમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકાએ રિવ્યૂ લીધો હતો. રિપ્લે દર્શાવે છે કે બોલ લેગ-સ્ટમ્પ સાથે અથડાયો અને આ રીતે મયંકને આઉટ કરવામાં આવ્યો. આ અંગે ટ્વિટર પર હોબાળો મચ્યો છે. મયંક પોતે પણ આ નિર્ણયથી બિલકુલ ખુશ નહોતો. આ રીતે ભારતે તેની પ્રથમ વિકેટ 117 રનમાં ગુમાવી હતી. રાહુલ અને મયંકે મળીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. ચાહકોનું માનવું છે કે આ DRS પર એમ્પાયરોનો નિર્ણય આવવો જોઈતો હતો, પરંતુ એવું ન થયું અને અંતે સાઉથ આફ્રિકાને મેચની પ્રથમ વિકેટ મળી.

આ પણ વાંચો – Cricket / હરભજન સિંહનો મોટો ખુલાસો, કહ્યુ- ટીમથી બહાર કરવામાં આવ્યો, કારણ પૂછ્યું તો કોઇએ ન જણાવ્યું

મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસની રમતનાં અંત સુધીમાં ભારતે ત્રણ વિકેટે 272 રન બનાવી દીધા છે. કેએલ રાહુલ 122 રન સાથે રમી રહ્યો છે જ્યારે તેની સાથે અજિંક્ય રહાણે 40 રન બનાવીને રમી રહ્યો છે. વિરાટ કોહલી 35 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ચેતેશ્વર પુજારા ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. પુજારાનું ફોર્મ ભારતીય ટીમ માટે હવે માથાનો દુખાવો બરાબર બની ગયો છે.