IND Vs NZ/ ટીમ ઈન્ડિયાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગનો નિર્ણય, જાણો Plying Eleven

T20 સીરીઝ બાદ આજથી એટલે કે ગુરુવારથી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, જે યુપીનાં કાનપુર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Top Stories Sports
IND vs NZ

T20 સીરીઝ બાદ આજથી એટલે કે ગુરુવારથી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, જે યુપીનાં કાનપુર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા છે કારણ કે બન્ને ટીમોએ ખૂબ જ તૈયારીઓ કરી છે.

આ પણ વાંચો – Covid-19 / ભારતમાં ડિસેમ્બર સુધીમાં લોન્ચ થઇ શકે છે Sputnik Lite રસી, કોરોના સામે 80 ટકા છે અસરકારક

– ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન

ટોમ લેથમ, વિલ યંગ, કેન વિલિયમસન (C), રોસ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લંડેલ (W), રચિન રવિન્દ્ર, ટિમ સાઉથી, એજાઝ પટેલ, કાયલ જેમીસન, વિલિયમ સોમરવિલે

– ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (C), શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા (W), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ

T20I સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યા પછી, ભારતીય ક્રિકેટ ટીમ આજથી કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નિયમિત ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. આ મેચથી શ્રેયસ અય્યર ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યો છે. આ સીરીઝ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)નો એક ભાગ છે. WTC પોઈન્ટ ટેબલમાં ભારત નંબર વન પર છે. ન્યૂઝીલેન્ડ આ ચેમ્પિયનશિપની વર્તમાન વિજેતા છે અને તેણે આ વર્ષે સાઉથેમ્પટનમાં રમાયેલી ફાઇનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ન્યૂઝીલેન્ડ છેલ્લા 33 વર્ષમાં ભારતમાં એક પણ ટેસ્ટ મેચ જીત્યું નથી.