Not Set/ જમાલપુર વિસ્તારમાં રાષ્ટ્રધ્વજને તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં, દર બે કલાકે એક રાષ્ટ્રધ્વજ થાય છે તૈયાર

અમદાવાદ 15મી ઓગસ્ટે ભારતભરમાં 71માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે. જેને લઈને અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રાષ્ટ્ર ધ્વજને તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. દરેક ધર્મના લોકોની મહેનત અને કુશળતાને કારણે આજે ભારત વાસીઓને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. જે તમામ માટે ખૂબ જ મોટી ભેટ સમાન છે અને તેની ઉજવણી દર વર્ષની 15મી ઓગસ્ટે તમામ […]

Ahmedabad Top Stories Gujarat Trending
fds 2 જમાલપુર વિસ્તારમાં રાષ્ટ્રધ્વજને તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં, દર બે કલાકે એક રાષ્ટ્રધ્વજ થાય છે તૈયાર

અમદાવાદ

15મી ઓગસ્ટે ભારતભરમાં 71માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે. જેને લઈને અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રાષ્ટ્ર ધ્વજને તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

દરેક ધર્મના લોકોની મહેનત અને કુશળતાને કારણે આજે ભારત વાસીઓને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. જે તમામ માટે ખૂબ જ મોટી ભેટ સમાન છે અને તેની ઉજવણી દર વર્ષની 15મી ઓગસ્ટે તમામ લોકો ભેગા મળીને સમૂહમાં કરતા હોય છે અને આગામી બુધવારે સ્વતંત્રતા દિવસને ધ્યાને રાખીને અમદાવાદના જમાલપુર વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોએ રાષ્ટ્રધ્વજને ત્યાર કરવાની કામગીરીને આખરી ઓપ આપી રહ્યા છે.

fds 1 જમાલપુર વિસ્તારમાં રાષ્ટ્રધ્વજને તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં, દર બે કલાકે એક રાષ્ટ્રધ્વજ થાય છે તૈયાર

અમદાવાદ ના જમાલપુર વિસ્તારના એફ.ડી હાઈસ્કૂલ પાસે રાષ્ટ્ધ્વજને ત્યાર કરવામાં આવે છે. છ થી સાત જેટલા મુસ્લિમ કારીગરો 15મી ઓગસ્ટથી ઠીક એક મહિના પહેલા તેને બનાવા માટેની કામગીરી શરૂ કરી દેતા હોય છે અને તેમની કળા અને મહેનતને કારણે દર બે કલાકે એક રાષ્ટ્રધ્વજ તૈયાર થાય છે અને તેને પેકીંગ માટે પણ બીજા કારીગરો હોય છે, જે સરસ રીતે રાષ્ટ્ધ્વજનું પેકીંગ કરીને તેના વેચાણ માટે બજારમાં મોકલી દેતા હોય છે.

મુસ્લિમ કારીગરોની વિચારધારા ખરેખર ખૂબ જ વખાણવા લાયક છે કારણકે તેઓ રાષ્ટ્ધ્વજ ને ત્યાર કર્યા બાદ જ્યારે તેને બજારમાં મોકલે છે ત્યારે લોકોને અપીલ પણ કરે છે કે રાષ્ટ્રધ્વજનું ખૂબ જ સન્માન કરે અને તેનું સદઉપયોગ કરે.

fds જમાલપુર વિસ્તારમાં રાષ્ટ્રધ્વજને તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં, દર બે કલાકે એક રાષ્ટ્રધ્વજ થાય છે તૈયાર

કોમી એકતા અને ભાઈચારા માટે જગપ્રખ્યાત એવા ભારત દેશમાં એક એક તહેવારમાં કોમી એખલાસ ભર્યો માહોલ જોવા મળતો હોય છે. ભલે પછી દિવાળી હોય, કે ઈદ હોય દરેક ધર્મના લોકો એકબીજાના ભેદભાવો ભૂલીને તહેવારો ઉજવણી કરતા હોય છે. તેથી જ ભારતમાં અનેકતામાં એકતાના શીર્ષકથી બિરદાવવામાં આવ્યો છે.