OMG!/ લગ્નમંડપમાં દુલ્હને એક્સ પ્રેમીને ગળે લગાવવાની કરી માંગ, તો વરરાજાએ આપી દીધી મંજૂરી, જુઓ વીડિયો

લગ્ન એ એક બંધન છે જ્યાં બે લોકો એકબીજા સાથે કાયમ માટે બંધાય છે. એક બંધન જ્યાં બે લોકો જૂનો સંબંધ છોડી દે છે અને નવા સંબંધમાં આવી જાય છે. પરંતુ લગ્નના મંડપમાં જો કન્યા તેના જૂના પ્રેમીને ગળે લગાડવા માંગે છે, તો પછી વરરાજા શું કરશે. આવો જ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો […]

Ajab Gajab News
dulhan mang 1 લગ્નમંડપમાં દુલ્હને એક્સ પ્રેમીને ગળે લગાવવાની કરી માંગ, તો વરરાજાએ આપી દીધી મંજૂરી, જુઓ વીડિયો

લગ્ન એ એક બંધન છે જ્યાં બે લોકો એકબીજા સાથે કાયમ માટે બંધાય છે. એક બંધન જ્યાં બે લોકો જૂનો સંબંધ છોડી દે છે અને નવા સંબંધમાં આવી જાય છે. પરંતુ લગ્નના મંડપમાં જો કન્યા તેના જૂના પ્રેમીને ગળે લગાડવા માંગે છે, તો પછી વરરાજા શું કરશે. આવો જ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કન્યા લગ્ન મંડપમાં જ વરરાજા પાસે એક પરવાનગી માંગતી જોવા મળી રહી છે. વરરાજાએ મંજૂરી આપી પણ તેનું સ્મિત જોઇને યૂઝર્સ કહી રહ્યા છે કે તેનામાં ખૂબ જ દર્દ જોવા મળી રહ્યું છે દર્દ છૂયાયું છે. આ વીડિયો 5.5 મિલિયન વખત જોવાઇ ચુક્યો છે.

ટિક ટોક પર @mayangkumay નામના યૂઝરે આ વીડિયો ક્લિપને પોસ્ટ કરી છે. વીડિયો મલેશિયાનો છે જ્યાં લગ્નના મંડપ પર વરરાજો અને દુલ્હન છે. અહીં, મહેમાનો વરરાજાને મળવા આવી રહ્યા છે. પછી વહુનો એક્સ પ્રેમી પણ ત્યા પહોંચે છે અને તેને જોતા જ કન્યા ખુશ થઈ જાય છે. એક્સ પ્રેમી લગ્નનમાં હાથ મેળવીને દુલ્હનને અભિનંદન આપવા માંગે છે પરંતુ કન્યાના મગજમાં કંઇક બીજું ચાલ્યું છે. પછી તેણી વરરાજાને પૂછે છે કે તે માત્ર છેલ્લી વખત તેના એક્સને હગ કરવા માંગે છે. હવે વરરાજા મૂડ સારો ન હોવા છતા પણ મંજૂરી આપે છે પરંતુ તેના ચહેરા પર સ્મિત છે. એક તરફ વરરાજા ઉભો છે અને બીજી બાજુ દુલ્હન તેના એક્સને ગળે લગાવે છે. જ્યારે દુલ્હન એક્સ પ્રેમીની બાહોમાં જોડાય છે, ત્યારે વરરાજા નીચે નજર કરે છે પણ તેનું સ્મિત જોવા જેવું છે.

બાદમાં દુલ્હનનો એક્સ પ્રેમી તેની સાથે હાથ મેળવીને આગળ વધે છે પરંતુ વરરાજા હાથ મેળવવાને બદલે તેને ભેટી પડે છે. જોકે લોકો વરરાજાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ યૂઝર્સો તેને નબળી વાત જણાવી રહ્યા છે. બીજી તરફ, ઘણા યૂઝર્સ એમ પણ કહી રહ્યા છે કે મંડપમાં આવું વર્તનથી કન્યાના ઇરાદા દર્શાવે છે. એક યૂઝરે લખ્યું છે – જ્યારે દુલ્હન એક્સને ગળે લગાવી રહી હતી, ત્યારે વરરાજાના સ્મિતમાં દુખ છુપાયેલું જુઓ. એક યૂઝરે કન્યાને કહ્યું છે – દુલ્હન ખૂબ જ શાંત છે .. આ છોકરી પાસેથી કંઇક શીખો.

આ વીડિયો ક્લિપને અત્યાર સુધીમાં 5.5 મિલિયન વખત જોવામાં આવી છે અને 385,000 લાઈક્સ મળી છે. વીડિયો પર, 19,200 લોકોએ કન્યાની હરકત અને વરરાજાની નબળી સ્મિત વિશે ટિપ્પણી કરી છે.