આજે સોમવારનાં રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યુ. જેને લઇને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે, સરકાર રકાર ભારતની સંપત્તિ તેના મૂડીવાદી મિત્રોને સોંપવાની યોજના ધરાવે છે. મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, સરકાર લોકોનાં હાથમાં પૈસા આપવાનું ભૂલી ગઈ હતી. મોદી સરકારની યોજના ભારતની સંપત્તિ તેના મૂડીવાદી મિત્રોને સોંપવાની છે.
બજેટ રજૂ થાય તે પહેલાં કોંગ્રેસનાં નેતાએ કહ્યું હતું કે, બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓની મદદની સાથે આરોગ્ય અને સંરક્ષણ ખર્ચમાં વધારો કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, “એમએસએમઇ, ખેડૂતો અને કામદારોને બજેટ -2021 માં મદદ કરવી જોઈએ જેથી રોજગાર ઉભો કરી શકાય. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, લોકોનો જીવ બચાવવા આરોગ્ય ક્ષેત્ર પર ખર્ચ વધારવો જોઇએ. સરહદોની સુરક્ષા માટે સંરક્ષણ ખર્ચમાં વધારો થવો જોઈએ.”
આપને જણાવી દઇએ કે, નાણામંત્રી નિર્મલા સીતારામણે સોમવારે બજેટ રજૂ કર્યું હતું. આમાં સરકારે દેશમાં મૂળભૂત માળખાગત નિર્માણ દ્વારા આર્થિક વિકાસને વેગ આપવા નાણાકીય વર્ષ 2021-22માં મૂડી ખર્ચ 34.5 ટકા વધારીને 5.5 લાખ કરોડ કરવાની દરખાસ્ત કરી છે. જાહેર ક્ષેત્રનાં ઉપક્રમો અને નાણાકીય સંસ્થાઓમાં હિસ્સાનાં વેચાણથી નાણાકીય વર્ષ 2021-22માં 1.75 લાખ કરોડ એકત્રિત કરવાનું લક્ષ્યાંક છે. આ સાથે, કોરોના રસીકરણ અભિયાન માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…