Election/ વડોદરામાં કૉંગેસ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થઇ ઝપાઝપી, પોલીસે મામલો થાળે પાડયો

રાજ્યની તમામ નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમા કેટલીક માથાકૂટને બાદ કર્યા સિવાયની તમામ ચૂંટણી પ્રક્રિયા ખુબજ શાંતિપૂર્વક રીતે ચાલી હતી. જોકે, વડોદરા સાવલી નગર પાલિકાની ચૂંટણી ના મતદાન વેળાએ સાવલી હાઈસ્કુલ સાવલીનાં મતદાન મથક પર કોંગ્રેસ ભાજપનાં સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચકતા પોલીસે અટકાવ્યો હતો. ઘટનાનાં પગલે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત […]

Gujarat Vadodara
chuntni 3 વડોદરામાં કૉંગેસ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થઇ ઝપાઝપી, પોલીસે મામલો થાળે પાડયો

રાજ્યની તમામ નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમા કેટલીક માથાકૂટને બાદ કર્યા સિવાયની તમામ ચૂંટણી પ્રક્રિયા ખુબજ શાંતિપૂર્વક રીતે ચાલી હતી. જોકે, વડોદરા સાવલી નગર પાલિકાની ચૂંટણી ના મતદાન વેળાએ સાવલી હાઈસ્કુલ સાવલીનાં મતદાન મથક પર કોંગ્રેસ ભાજપનાં સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચકતા પોલીસે અટકાવ્યો હતો. ઘટનાનાં પગલે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ટોળાને વિખેરી નાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 6 મહાનગરોમાં ભાજપે જેવી રીતે બહુમતી સાથે સીટો મેળવીને કૉંગેસને મોટો ઝટકો આપ્યો છે. હવે નગર પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પોતાની સીટો બચાવવા માટે કૉંગેસ દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી છે. ગામડામાં કૉંગેસનું દબદબો યથાવત રહે તે માટે કોંગેસના સિનિયર આગેવાનો દ્વારા લોકોને વધુમાં વધુ મતદાન કરાવવા માટેની કોશિશો કરી રહ્યા છે જેના કારણે આજે રાજ્યમાંઘણી જગ્યાએ કૉંગેસ અને ભાજપના આગેવાનો વચ્ચે માથાકૂટના દ્રશ્યો સર્જાયા હતા.