દંપતીનું મોત/ ઘરમાં તાપણું કરતા પહેલા ચેતજો! વડોદરામાં તાપણું કરીને સૂઇ ગયેલા દંપતીનું ધૂમાડાના ગૂંગળામણથી મોત

ઘરમાં કોલસાની સગડીના લીધે ઘરમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો એટલે કે કાર્બન ડાયોકસાઇડના ધૂમાડાને લઇને દંપતીનું મોત નિપજ્યું હતું

Top Stories Gujarat
(Death of a sleeping couple
  • વડોદરા: ઘરમાં દંપતીનું મોત
  • તાપણું કરી સૂઈ ગયેલા દંપતીનું મોત
  • દશરથ વિસ્તારના કૃષ્ણવિલા સોસાયટીની ઘટના
  • કોલસાની સગડી સળગાવી સૂઈ ગયું હતું દંપતી
  • વિનોદ સોલંકી,ઉષા સોલંકીનું મોત
  • પુત્ર હાર્દિકે ઘરનો દરવાજો ખોલ્યો
  • રૂમમાં માતા પિતા મૃત હાલતમાં મળ્યા
  • કાર્બન મોનોકસાઈડના ધુમાડાથી મોતની આશંકા
  • છાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Death of a sleeping couple:   ગુજરાતમાં ઠંડીએ માઝા મૂકી છે, ઠંડીનું પ્રમાણ વધતા ઠંડીથી બચવા માટે  લોકો ઘરમાં  તાપણું કરતા  હોય છએ, વડોદરામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.વડોદરામાં ઘરમાં  એક દંપતીએ ઠંડીથી બચવા માટે તાપણું કર્યું હતું  બાદ તેઓ સૂઇ ગયા હતા અને ઘરમાં ધૂમાડો થઇ જતા આ દંપતીનું ગૂંગળામણના લીધે મોત નિપજ્યું છે, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.

પ્રાપ્ત માહિતી  (Death of a sleeping couple) અનુસાર વડોદરાના દશરથ વિસ્તારના કૃષ્ણવિલા સોસાયટીમાં રહેતા વિનોદ ભાઇ સોલંકીએ ગઇકાલે મોડી રાત્રે ઘરમાં પોતાની પત્ની ઉષા સોલંકી સાથે ઠંડીથી બચવા માટે  કોલસાની સગડી સળગાવી હતી બાદમાં તેઓ સૂઇ ગયા હતા, જેના લીધે ઘરમાં ધૂમાડો ચોમેર થઇ ગયો હતો જેના લીધે દંપતીનું ગૂંગળામળથી મોત નિપજ્યું હતું.

નોંધનીય છે કે (Death of a sleeping couple)) જ્યારે દંપતીનું પુત્ર હાર્દિકે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે માતા-પિતા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘરમાં કોલસાની સગડીના લીધે ઘરમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો એટલે કે કાર્બન ડાયોકસાઇડના ધૂમાડાને લઇને દંપતીનું મોત નિપજ્યું હતું. આ મામલે છાણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

accident near chikhli/નવસારી પાસે ચીખલી પાસે કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે

 G-20 Inception meeting/આજથી G-20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશનની થશે શરૂઆત,જાણો સમગ્ર કાર્યક્મની

Persecution of Hindus in Pakistan/પાકિસ્તાનમાં પરણિત હિન્દુ મહિલાએ ઈસ્લામ કબૂલવાની ના પાડી તો અપહરણ