ધાનેરા/ વોડા ગામમાં લોકોએ દૂધ ભરાવવાના બદલે કરી તાળાબંધી, મંત્રીના ત્રાસથી ડેરીને તાળાં

ધાનેરા તાલુકાના વોડા ગામે લોકોએ દૂધ ભરાવવાના બદલે તાળાબંધી કરી હતી.  દૂધ ડેરીના મંત્રી દ્વારા પોતાના મનસ્વીપણે વહીવટ કરતા જ હોવાથી તેમજ લોકોના દૂધના પુરતા પ્રમાણમા ફેટ ન આપવા બાબતે તાળાબંધી કરાઇ.

Gujarat Others
તાળાબંધી

ધાનેરા તાલુકાના વોડા ગામે લોકોએ દૂધ ભરાવવાના બદલે તાળાબંધી કરી હતી.  દૂધ ડેરીના મંત્રી દ્વારા પોતાના મનસ્વીપણે વહીવટ કરતા જ હોવાથી તેમજ લોકોના દૂધના પુરતા પ્રમાણમા ફેટ ન આપવા બાબતે તાળાબંધી કરાઇ. તાળાબંધી કરાતા મંત્રી પોલીસનો સહારો લઇ ડેરીની બહાર નિકળ્યા હતા. આ બાબતે લોકો દ્વારા બનાસડેરીના અધિકારીઓને પણ જાણ કરવામાઁ આવી હતી. જો કે ડેરી માં 4 દિવસથી તાળાં લાગતાં નાના પશુપાલકો રખડી પડ્યા હતા.

Untitled 107 વોડા ગામમાં લોકોએ દૂધ ભરાવવાના બદલે કરી તાળાબંધી, મંત્રીના ત્રાસથી ડેરીને તાળાં

વોડા ગામની દૂધ ડેરીના મૂળ વિવાદનું કારણ ડેરીના મંત્રી અને ચેરમેન હોવાના આક્ષેપ સામે આવ્યા છે. મનમાની ચલાવતા સત્તાધીશોના પાપે ડેરીને તાળાં લાગ્યાના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.  મંત્રીએ ગેરરીતિ આચરી, દૂધ ઉત્પાદક સાથે અન્યાય કરી,  નાણાં ઘરભેગા કર્યા હોવાના આક્ષેપો સાથે પશુપાલકોમાં આક્રોશ વ્યાપી ગયો છે.  250 જેટલા પશુપાલકોનું  રોજનું 5000 લીટર દૂધ આવતું હતું.   ડેરી બંધ થતાં હાલ ડેરીના ગ્રાહકોનું દૂધ કોઈ લેતું નથી.પશુપાલકો ને અન્યાય થતાં કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.

Untitled 108 વોડા ગામમાં લોકોએ દૂધ ભરાવવાના બદલે કરી તાળાબંધી, મંત્રીના ત્રાસથી ડેરીને તાળાં

 દુધ મંડળીમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે તે પણ બંધ રાખવામાં આવે છે. દુધ ગ્રાહકોને દુધની પાવતીઓ પણ આપવામાં આવતી નથી તેમજ  ઓનલાઇન એસ.એમ.એસ. પણ ન હોવાની રાવ ઉઠવા પામી છે.  પશુપાલકો એ ડેરીને ચોખ્ખો વહીવટ અને પશુપાલકના હિત માં નિર્ણય લેવાની માંગણી કરી છે. આ સમગ્ર મામલે યોગ્ય ન્યાય નહિ કરાય તો ખેડૂતોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.  ડેરી માં 4 દિવસ તાળાં લાગતાં નાના પશુપાલકોને રખડવાનો વારો આવ્યો છે. અનેક પશુપાલકના ધર વ્યવહાર પર પણ અસર પડી છે. દૂધ થકી ધર વ્યવહાર ચાલતો હતો  એ જ વ્યવહાર બંધ થઈ જતા પશુપાલકો ની સ્થિતિ કફોડી બની છે.

Untitled 109 વોડા ગામમાં લોકોએ દૂધ ભરાવવાના બદલે કરી તાળાબંધી, મંત્રીના ત્રાસથી ડેરીને તાળાં

 ડેરીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છતાં  પણ મંત્રીની મનમાની છુપાવવાના પ્રયાસો થતાં હોવાના આરોપો સામે આવ્યા છે. જો કે આ સમગ્ર મામલાનો દોષ પશુપાલક માથે ફોડવામાં આવતો હોવાની પશુપાલકો દ્વારા રાવ ઉઠવા પામી છે. સમગ્ર મામલાને લઈને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. એક તરફ પશુપાલકો દર દર ભટકવા મજબુર બન્યા છે.  તો બીજી તરફ પશુપાલકોના વ્યવહાર પણ અટક્યાં છે.

આ પણ વાંચો:દફનાવેલી દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસ ફીફા ખાંડે છે

આ પણ વાંચો:વૈષ્ણવ આચાર્ય વ્રજેશ કુમાર બ્રહ્મલીન, વૈષ્ણવ સમાજમાં છવાયો શોક

આ પણ વાંચો:અંત્રોલી નજીક ટેમ્પો અને બાઇકનો અકસ્માત, દંપતી સહિત 4 લોકોના મોત

આ પણ વાંચો:કચ્છની ધરા ફરી ધ્રુજી, 3.8નો અનુભવાયો આંચકો: લોકોમાં છવાયો ભય