Patan/ ચા પ્રેમીઓને આંચકો! ચાની લારી ધરાવતાં યુવકને આવકવેરા વિભાગની નોટિસ

પાટણના નવા ગંજ બજારમાં ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને ઈન્કમ ટેક્ષે ટેક્સ અને પેનલ્ટીને લઈ………….

Top Stories Gujarat
Image 2024 05 19T122611.945 ચા પ્રેમીઓને આંચકો! ચાની લારી ધરાવતાં યુવકને આવકવેરા વિભાગની નોટિસ

Patan News: પાટણમાં ચાની લારી ધરાવતા ખેમરાજ દવેને આવકવેરા વિભાગે રૂપિયા 49 કરોડનો વેરો અને દંડ ભરવાની નોટિસ પાઠવી છે. નોટિસ જોઈ ચોંકી ગયેલા યુવકે વકીલ મારફતે તપાસ કરાવી ગંજ બજારમાં પેઢી ચલાવતાં બે ભાઈઓ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પાટણમાં નાનીઅમથી ચાની લારી ધરાવતા યુવકે જીવનમાં ક્યારેય વિચાર્યું પણ નહિં હોય કે તેને આવકવેરા વિભાગ બે-બે નોટિસ પાઠવશે. એ પણ કરોડો રૂપિયાનો ટેક્સ અને પેનલ્ટી ચૂકવવાની! પાટણના નવા ગંજ બજારમાં ચાની લારી ચલાવતા ખેમરાજ દવેને ઈન્કમ ટેક્ષે ટેક્સ અને પેનલ્ટીને લઈ બે નોટિસ પાઠવી છે. નોટિસ જોઈ ચાવાળો ચોંકી ગયો હતો. તેને તેના વકીલ મિત્ર મારફતે તપાસ કરાવતાં માલૂમ પડ્યું કે, 10 વર્ષ અગાઉ ગંજ બજારમાં પેઢી ચલાવતાં બે ભાઈઓ અલ્પેશ પટેલ અને વિપુલ પટેલે તેની પાસેથી પાન કાર્ડ કઢાવવાના બહાને ડેક્યુમેન્ટનો દુરૂપયોગ કર્યો હતો.

જેમાં ખાતાઓ ખોલાવી હવાલાના વ્યવહાર કર્યા હતા. માહિતી મળતાં યુવકે બે ભાઈઓ વિરૂદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. બંને ભાઈઓ પાટણની પેઢી બંધ કરીને ઊંઝા જતાં રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગે 2014-15 અને 2015-16 દરમિયાન થયેલાં નાણાકીય વ્યવહારોને પગલે નોટિસ પાઠવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GSFC યુનિ.ના ગરુડા એરોસ્પેસ સાથે એમઓયુ પર સહીસિક્કા

આ પણ વાંચો: આગામી દિવસોમાં ગરમીનો વધતો જશે, સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું

આ પણ વાંચો: ‘બે મહિનાનું 2,500 રૂપિયાનું બિલ, સ્માર્ટ મીટર પછી દસ જ દિવસનું 3 હજાર રૂપિયા બિલ’