Jamnagar/ ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો : ફ્રાંસ થી સીધું જામનગર એરબેઝ પર 3 રાફેલ લડાકુ વિમાનનું લેન્ડિંગ

ભારતીય સેના માટે ગૌરવ સ્વરૂપ સમાચાર છે.ચીનની દેશની સીમા પર થઇ રહેલી ઘૂસણખોરીની વચ્ચે સરક્ષણ શક્તિમાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અન્વયે બુધવારે 3 રાફેલ

Top Stories Gujarat India
1

ભારતીય સેના માટે ગૌરવ સ્વરૂપ સમાચાર છે.ચીનની દેશની સીમા પર થઇ રહેલી ઘૂસણખોરીની વચ્ચે સરક્ષણ શક્તિમાં વધારો થાય તે માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અન્વયે બુધવારે 3 રાફેલ લડાકૂ વિમાન ફ્રાંસથી ભારત પહોંચ્યા છે. રસ્તામાં લેન્ડ કર્યા વીના નોનસ્ટોપ ત્રણેય રાફેલ 7000 કિલોમીટરથી વધુનું અંતર કાપીને ભારત પહોંચ્યા છે. રાત્રે 9 કલાકે જામનગર ત્રણેય વિમાનોએ લેન્ડ કર્યું હતું. રાફેલનો ત્રીજો જથ્થો વાયુસેના બેઝ(IAF) પર લેન્ડ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય વિમાનોના ભારતમાં આગમન બાદ વાયુસેનાના બેડામાં સામેલ રાફેલની સંખ્યા 11 થઇ ગઇ છે. જેને કારણે ભારતીય સૈન્યમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

France launches airstrikes against Islamic State in Syria – EURACTIV.com

Wonder / પાકિસ્તાનમાં દેખાઇ ખૂબ જ ચમકતી ઉડતી રકાબી(UFO), પાડોશી દેશમાં વિવિધ પ્રકારની અટકળો

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે 3 રાફેલ લડાકૂ વિમાન 7 હજાર કિલોમીટરથી વધુનું અંતર ખેડીને ભારત પહોંચ્યા છે. રસ્તામાં UAEની વાયુસેના દ્વારા આકાશમાં જ તેમાં ફ્યૂલ ભરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ રાફેલમાં ફ્યૂલ ભરવા પર UAEની વાયુસેનાનો આભાર માન્યો હતો.આ પહેલા 5 રાફેલ વિમાનોની પહેલી બેચને 10 સપ્ટેમ્બરે ભારતીય વાયુસેનામાં કમીશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નવેમ્બર 2020માં ત્રણ વધુ રાફેલ વિમાન ભારત પહોંચ્યા હતા. ત્યારબાદ આજે અન્ય ત્રણ વિમાન ભારત પહોંચ્યા છે. આ રીતે કુલ 11 રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થઇ ચૂક્યા છે.

File:Dassault Rafale landing aboard USS Theodore Roosevelt (CVN-71)  080719-N-4519D-010.jpg - Wikimedia Commons

IPL Auction 2021 / લાગશે બોલી-વેચાશે ખેલાડી : 57 ખેલાડીઓ માટે 196.6 કરોડની લાગશે બોલી

બોર્ડર પર ચીનથી તણાવ વચ્ચે આગામી વર્ષ એપ્રિલ સુધી ભારતને કુલ 21 રાફેલ લડાકૂ વિમાન ફ્રાંસથી મળશે. 21 રાફેલ વિમાનોની ડિલીવરીની સાથે જ ભારતીય વાયુસેનાની મારક ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થશે. જણાવી દઇએ કે ભારતે ફ્રાંસથી 36 રાફેલ લડાકૂ વિમાનો માટે કરાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના ખુદને મજબૂત કરવામાં લાગી છે. આ તબક્કામાં હથિયારોની ખરીદી સાથે તેઓ સ્વદેશી હથિયારો પર ભાર આપી રહી છે.

Three more Rafale jets to reach India on Wednesday evening

OMG! / લગ્ને-લગ્ને કુવારો : ખોટું નામ ધારણ કરી ત્રણ-ત્રણ લગ્ન કરનાર લંપટ પતિની આવી છે કહાની…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…