Not Set/ IND vs NZ 3rd ODI/ ટીમ ઈન્ડિયાનું ટોપ ઓર્ડર એકવાર ફરી ફેઇલ, વિરાટ-મયંક સસ્તામાં આઉટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની ત્રીજી મેચ બે ઓવલ ખાતે રમાઇ રહી છે. આ સીરીઝની અંતિમ મેચ છે. ન્યૂઝીલેન્ડે અગાઉની બંને મેચો જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવી લીધી છે. આજની અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફરી એક વખત ઓપનિંગ જોડી ભારત માટે ખરાબ સાબિત થઈ જ્યારે મયંક અગ્રવાલ […]

Top Stories Sports
new zealand cricket india IND vs NZ 3rd ODI/ ટીમ ઈન્ડિયાનું ટોપ ઓર્ડર એકવાર ફરી ફેઇલ, વિરાટ-મયંક સસ્તામાં આઉટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની ત્રીજી મેચ બે ઓવલ ખાતે રમાઇ રહી છે. આ સીરીઝની અંતિમ મેચ છે. ન્યૂઝીલેન્ડે અગાઉની બંને મેચો જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવી લીધી છે. આજની અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ફરી એક વખત ઓપનિંગ જોડી ભારત માટે ખરાબ સાબિત થઈ જ્યારે મયંક અગ્રવાલ માત્ર 1 અને કેપ્ટન વિરાટ કોહલી 9 રન બનાવી આઉટ થયા ગયા છે. ત્યારબાદ ઇનિંગ્સને આગળ વધારવા માટે પૃથ્વી શો મેદાનમાં આવ્યો હતો, જેના માટે આજનો દિવસ એક સારી તક લઇને આવ્યો પરંતુ તે 40 રન બનાવીને આઉટ થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતે ટી 20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને વ્હાઇટવોશ કરી હતી. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની ટીમ વનડે શ્રેણીમાં આ કરવા પર નજર રાખશે.

બંને ટીમોનાં પ્લેઇંગ ઇલેવન નીચે મુજબ છે.

ન્યૂઝીલેન્ડ (પ્લેઇંગ ઇલેવન):

માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લેથમ (વિકેટકીપર), જેમ્સ નીશમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેંટનર, ટિમ સાઉથી, કાઇલ જેમિસન, હમિશ બેનેટ

ભારત (પ્લેઇંગ ઇલેવન):

પૃથ્વી શો, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, લોકેશ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.