Not Set/ IND vs NZ 4th T20/ ઓપનરનાં ખરાબ પ્રદર્શન બાદ પણ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને આપ્યો 166 રનનો ટાર્ગેટ

વેલિગ્ટનમાં સીરીઝની ચોથી ટી-20 મેચ રમતા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 166 રનનો ટાર્ગેટ આપ્યો છે. શરૂઆતી બેટ્સમેનોનાં ખરાબ પ્રદર્શન બાદ પણ ભારત આ સ્કોર કરી શક્યુ, જેની પાછળ મનીષ પાંડેની બેટિંગનો જાદુ છે. મનીષ પાંડેએ જે સમયે ટીમ ઈન્ડિયાને જરૂર હતી તે સમયે ટીમનાં સ્કોરને બુસ્ટ કર્યુ હતુ. મુશ્કિલ પરિસ્થિતિમાં પાંડેએ પોતાની હાફ સેન્ચ્યુરી પૂરી કરી. […]

Top Stories Sports
IND vs NZ Dream11 Prediction 4th T20 1 IND vs NZ 4th T20/ ઓપનરનાં ખરાબ પ્રદર્શન બાદ પણ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને આપ્યો 166 રનનો ટાર્ગેટ

વેલિગ્ટનમાં સીરીઝની ચોથી ટી-20 મેચ રમતા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 166 રનનો ટાર્ગેટ આપ્યો છે. શરૂઆતી બેટ્સમેનોનાં ખરાબ પ્રદર્શન બાદ પણ ભારત આ સ્કોર કરી શક્યુ, જેની પાછળ મનીષ પાંડેની બેટિંગનો જાદુ છે. મનીષ પાંડેએ જે સમયે ટીમ ઈન્ડિયાને જરૂર હતી તે સમયે ટીમનાં સ્કોરને બુસ્ટ કર્યુ હતુ. મુશ્કિલ પરિસ્થિતિમાં પાંડેએ પોતાની હાફ સેન્ચ્યુરી પૂરી કરી.

ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પ્રથમ બેટિંગ શરૂ કરી હતી. રોહિત શર્માની જગ્યાએ ટીમમાં સામેલ સંજુ સેમસને ફરી એકવાર નિરાશ કર્યા હતા અને માત્ર 8 રન બનાવીને કુગેલિનનો શિકાર બન્યો. વળી, કેપ્ટન વિરાટ કોહલી આજે કઈ ખાસ કરી શક્યો નહીં અને 11 રનનાં અંગત સ્કોરે બેનેટનો શિકાર બન્યો.

Image result for india vs new zealand

મનિષ પાંડેએ ભારત માટે શાનદાર ઇનિંગ્સ રમી હતી અને 36 બોલમાં અડધી સદી ફટકારી હતી. પાંડેની ઇનિંગથી ભારતને ન્યૂઝીલેન્ડ સામે સમ્માનજનક સ્કોર કરવામાં મદદ મળી. નિર્ધારિત 20 ઓવરમાં ભારતે 8 વિકેટ ગુમાવી 165 રન બનાવી દીધા અને કિવિ ટીમને જીત માટે 166 રનનો સ્કોર આપ્યો છે.

ભારતે ન્યૂઝીલેન્ડમાં પહેલેથી જ ઇતિહાસ રચી લીધો છે, પાંચ મેચની ટી-20 સીરીઝમાં 3-0થી અજેય લીડ મેળવી લીધી છે, પરંતુ વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી આ ટીમમાં જીતને લઇને ભૂખ હજુ પણ શાંત થઇ નથી અને આ ટીમ શુક્રવારે ચોથી ટી-20 મેચમાં સતત ચોથી જીતની નોંધણીનાં હેતુથી મદાનમાં ઉતરશે.

અંતિમ ઓવર

મનીષા પાંડેએ પહેલા બોલમાં 4 રન ફટકાર્યા

બીજા બોલમાં પાંડેએ સિન્ગલ રન લીધો

ત્રીજા બોલમાં સૈનીએ બાયનો રન લીધો

વાઇડ બોલ પડ્યો

ચોથા બોલમાં પાંડેએ 2 રન લીધા

પાંચમાં બોલે પાંડેએ 1 રન લીધો

છઠ્ઠા બોલે સૈનીએ

ભારત

સંજુ સેમસન(વિકેટકિપર), કે.એલ.રાહુલ, વિરાટ કોહલી(કેપ્ટન), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, વોશિગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, જસપ્રિત બુમરાહ.

ન્યૂઝીલેન્ડ

માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, ટોમ બ્રુસ, રોસ ટેલર, ટિમ સિફેર્ટ (વિકેટકિપર), મિશેલ સેંટનર, સ્કોટ કુગલિજન, ટીમ સાઉદી (કેપ્ટન), ઇશ સોઢી, હમિશ બેનેટ, ડેરિલ મિશેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.